આ ઇશ્યૂમાં રિટેલ અને હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુલ (HNI) રોકાણકારોને 7.75 ટકાથી 8.25 ટકા વળતર મળશે. અગાઉના ઇશ્યૂની સરખામણીમાં વ્યાજદર વર્ષે 0.25 ટકાથી 0.35 ટકા વધારવામાં આવ્યાં છે

સીક્યોર્ડ રીડિમેબ્લ નોન-કન્વર્ટિબ્લ ડિબેન્ચર્સનો આ ઇશ્યૂ સબસ્ક્રિપ્શન માટે 28 નવેમ્બર, 2022ના રોજ ખુલશે અને 19 ડિસેમ્બર, 2022 સુધી ખુલ્લો રહેશે

કોચી: મુથૂટ ફાઇનાન્સ લિમિટેડએ સીક્યોર્ડ રીડિમેબ્લ નોન-કન્વર્ટિબ્લ ડિબેન્ચર્સના પબ્લિક ઇશ્યૂની એની 29મી સીરિઝની જાહેરાત કરી છે. દરેક એનસીડીની ફેસ વેલ્યુ રૂ. 1,000 છે. ઇશ્યૂની બેઝ ઇશ્યૂ સાઇઝ રૂ. 75 કરોડ છે, જે રૂ. 225 કરોડ સુધી ઓવરસબસ્ક્રિપ્શન જાળવવાનો વિકલ્પ ધરાવે છે, જેથી ટ્રેન્ચની કુલ મર્યાદા રૂ. 300 કરોડ થાય છે (ઇશ્યૂ). ઇશ્યૂ 28 નવેમ્બર, 2022ના રોજ ખુલશે અને 19 ડિસેમ્બર, 2022ના રોજ બંધ થશે, જેમાં વહેલી તારીખે બંધ કરવાનો કે તારીખ લંબાવવાનો વિકલ્પ સામેલ છે, જેનો નિર્ણય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કે એનસીડીની સમિતિ લઈ શકે છે.

આ ઇશ્યૂ અંતર્ગત ઇશ્યૂ થનાર સીક્યોર્ડ એનસીડીને ઇક્રા (ICRA) દ્વારા [ICRA] AA+ (Stable) રેટિંગ મળ્યું છે. ઇક્રા દ્વારા સીક્યોર્ડ એનસીડીનું રેટિંગ ‘નાણાકીય જવાબદારીઓ સમયસર અદા કરવા સાથે ઊંચી સલામતીનો સંકેત’ આપે છે. એનસીડી બીએસઈ પર લિસ્ટેડ થશે. ફાળવણી વહેલા તે પહેલાના ધોરણે થશે.

‘માસિક’ કે ‘વાર્ષિક’ ધોરણે વ્યાજની ચુકવણી કે ‘મેચ્યોરિટી પર રિડેમ્પ્શન’ ચુકવણી સાથે સીક્યોર્ડ એનસીડી માટે રોકાણના 7 વિકલ્પો છે. વ્યક્તિગત રોકાણકારો માટે આ રોકાણના વિકલ્પો માટે વ્યાજદર વર્ષે 7.75 ટકાથી 8.25 ટકાની રેન્જમાં છે, જે છેલ્લાં કે અગાઉના ઇશ્યૂથી વર્ષે 0.25 ટકાથી 0.35 ટકા સુધી વધ્યાં છે. આ ઇશ્યૂનો 90 ટકા હિસ્સો રિટેલ અને હાઈ નેટવર્થ વ્યક્તિગત રોકાણકારોને ફાળવવામાં આવ્યો છે, જેમને સંસ્થાગત અને કોર્પોરેટ્સ માટે લાગુ વ્યાજદરથી વર્ષ 0.50 ટકા વધારે વ્યાજદરનો લાભ મળશે.

એનસીડી ઇશ્યૂ વિશે મુથૂટ ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જ્યોર્જ એલેક્ઝાન્ડર મુથૂટે કહ્યું કે, અમે આ ફંડનો ઉપયોગ અમારી મુખ્ય ધિરાણ કામગીરીઓમાં કરવાની યોજના બનાવી છે. આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં વધારાની સાથે અમે પણ આ ઇશ્યૂમાં 2, 3 અને 5 વર્ષની મુદ્દત માટે એનસીડી પર વ્યાજદરમાં વાર્ષિક 0.25 ટકાથી 0.35 ટકાનો વધારો કર્યો છે.

ઇશ્યૂના લીડ મેનેજરઃ એ કે કેપિટલ સર્વિસીસ

ઇશ્યૂના ડિબેન્ચર ટ્રસ્ટીઃ આઇડીબીઆઈ ટ્રસ્ટીશિપ સર્વિસીસ

ઇશ્યૂના રજિસ્ટ્રારઃ લિન્ક ઇન્ટાઇમ ઇન્ડિયા