અમદાવાદ, 4 જુલાઇઃ ભારતનાં ગ્રામીણ વિસ્તારો પર ફોકસ સાથે મહિલા ગ્રાહકોને માઇક્રો-લોન્સ પૂરી પાડતી માઇક્રોફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન મુથુટ માઇક્રોફિન લિમિટેડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની શેર દીઠ રૂ.10ની મૂળ કિંમતનો એક એવા રૂ. 1350 કરોડ (ધ ઓફર) સુધીનાં મૂલ્યનાં ઇક્વિટી શેર્સનાં ઇશ્યુ દ્વારા ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ દ્વારા ભંડોળ એકત્ર કરવા માંગે છે, જેમાં કંપની દ્વારા રૂ. 950 કરોડનાં ઇક્વિટી શેર્સનાં ફ્રેશ ઇશ્યુ (ધ ફ્રેશ ઇશ્યુ) અને શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 400 કરોડ સુધીનાં ઓફર ફોર સેલ (ધ ઓફર ફોર સેલ)નો સમાવેશ થાય છે.

ઇક્વિટી શેર્સની ઓફર ફોર સેલમાં રૂ. 70 કરોડ સુધીનાં મૂલ્યનાં શેર થોમસ જ્હોન મુથુટ દ્વારા, રૂ. 70 કરોડ સુધીનાં મૂલ્યનાં ઇક્વિટી શેર્સ થોમસ મુથુટ દ્વારા, રૂ. 70 કરોડ સુધીનાં ઇક્વિટી શેર્સ થોમસ જ્યોર્જ મુથુટ દ્વારા, રૂ.30 કરોડ સુધીનાં મૂલ્યનાં ઇક્વિટી શેર્સ પ્રિતી જ્હોન મુથુટ દ્વારા, રૂ.30 કરોડ સુધીનાં મૂલ્યનાં ઇક્વિટી શેર્સ રેમી થોમસ દ્વારા, રૂ.30 કરોડ સુધીનાં મૂલ્યનાં ઇક્વિટી શેર્સ નિના જ્યોર્જ દ્વારા (સામૂહિક રીતે પ્રમોટર્સ સેલિંગ શેરહોલ્ડર્સ)અને રૂ. 100 કરોડ સુધીનાં મૂલ્યનાં ઇક્વિટી શેર્સ ગ્રેટર પેસિફિક કેપિટલ WIV લિમિટેડ (ધ ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ) અને સેલિંગ શેરહોલ્ડર્સ તરીકે ઓળખાતા પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ સાથે સામૂહિક રીતે) અને સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા ઓફર કરાતા આવા ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે. (ઓફર ફોર સેલ અને ફ્રેશ ઇશ્યુ સાથે ધ ઓફર). ICICI સિક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, જેએમ ફાઈનાન્સિયલ લિમિટેડ અને SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઇશ્યુનાં બુક રનિંગ લીડ મેનેજર છે.