મુંબઇ: વધતા બજારોમાં રાહ જવાની માનસિકતા વચ્ચે વાયદામાં માહોલ આજે સાવચેતીનો હતો. આજે કૄષિ કોમોડિટીનાં ભાવ ઘટયા હતા. જો કે આજે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૮૨૧૧.૮૦ ખુલી સાંજે ૮૨૨૮.૮૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૬૩૫૧ રૂપિયા ખુલી ઉંચામાં ૬૩૫૧ તથા નીચામાં ૬૩૫૧ રૂપિયા થઇ સાંજે ૬૩૫૧ રૂપિયા બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષનાં વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ધાણાનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ટકાની નીચલી સર્કિટ લાગી હતી.

ગુવાર ગમનાં વાયદા કારોબાર ૫૬૫ કરોડ રૂપિયાનાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૪૫૫ કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ, કપાસ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જયારે સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૭૪૯૦ રૂપિયા ખુલી ૭૪૪૪ રૂપિયા, દિવેલનાં ભાવ ૧૪૮૬ રૂપિયા ખુલી ૧૪૮૬ રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ ૨૮૦૦ રૂપિયા ખુલી ૨૭૬૦ રૂપિયા, ધાણા ૧૦૦૭૬ રૂપિયા ખુલી ૯૬૭૨ રૂપિયા ગુવાર સીડનાં ભાવ ૬૨૨૧ રૂપિયા ખુલી ૬૦૭૦ રૂપિયા બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૩૦૦૪ રૂપિયા ખુલી ૧૨૯૧૦ રૂપિયા, જીરાનાં ભાવ ૨૪૬૯૦ રૂપિયા ખુલી ૨૪૬૯૦ રૂપિયા, કપાસનાં ભાવ ૧૭૧૩.૦૦ રૂપિયા ખુલી ૧૭૦૭.૦ રૂપિયા, સ્ટીલના ભાવ ૪૫૦૦૦ ખુલી ૪૫૦૮૦ રૂપિયા અને હળદરનાં ભાવ ૭૩૨૦ રૂપિયા ખુલી ૭૧૮૨ રૂપિયા બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે દિવસનાં કારોબારને અંતે કુલ ૨૧૮૯૭ સોદામાં કુલ ૧૩૫૩ કરોડ રૂપિયાનાં વેપાર થયા હતા.