NCDEX ખાતે ગુવારેક્ષમાં ઘટાડો: ગુવાર ગમ તથા ગુવાર સીડમાં નીચલી સર્કિટ
મુંબઇ, તા. ૦૧ ડિસેમ્બર, ૨૦૨૨: હાજર બાજારોમાં ખપપુરતી ખરીદી વચ્ચે ચોક્કસ વાયદામાં અંડરટોન તેજીનો હતો બાકીના વાયદા નરમ હતા. આજે કૄષિ કોમોડિટીનાં ભાવ વધઘટે અથડાયા હતા. જો કે આજે એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૮૨૩૪.૭૦ ખુલી સાંજે ૭૯૮૯.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૬૪૨૫ રૂપિયા ખુલી ઉંચામાં ૬૪૨૫ તથા નીચામાં ૬૪૨૫ રૂપિયા થઇ સાંજે ૬૪૨૫ રૂપિયા બંધ રહ્યા હતા.
એનસીડેક્સ ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવાર ગમ તથા ગુવાર સીડનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ટકાની નીચલી સર્કિટ લાગી હતી. ગુવાર ગમનાં વાયદા કારોબાર ૩૨૪ કરોડ રૂપિયાનાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૩૪૯ કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
એનસીડેક્સ ખાતે એરંડા, દિવેલ, ધાણા, જીરૂ તથા કપાસનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જયારે કપાસિયા ખોળ, ગુવાર ગમ, ગુવાર સીડ, હળદર તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૭૪૪૪ રૂપિયા ખુલી ૭૪૭૬ રૂપિયા, દિવેલનાં ભાવ ૧૪૮૫ રૂપિયા ખુલી ૧૪૮૫ રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ ૨૭૮૦ રૂપિયા ખુલી ૨૭૫૬ રૂપિયા, ધાણા ૯૭૫૦ રૂપિયા ખુલી ૯૮૬૦ રૂપિયા ગુવાર સીડનાં ભાવ ૬૦૬૯ રૂપિયા ખુલી ૫૮૯૬ રૂપિયા બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૯૩૦ રૂપિયા ખુલી ૧૨૫૪૩ રૂપિયા, જીરાનાં ભાવ ૨૪૭૦૦ રૂપિયા ખુલી ૨૫૨૩૫ રૂપિયા, કપાસનાં ભાવ ૧૭૦૭.૦૦ રૂપિયા ખુલી ૧૭૧૭.૦ રૂપિયા, સ્ટીલના ભાવ ૪૫૫૨૦ ખુલી ૪૫૩૫૦ રૂપિયા અને હળદરનાં ભાવ ૭૧૬૦ રૂપિયા ખુલી ૭૧૬૦ રૂપિયા બંધ રહ્યા હતા.