મુંબઇ, તા. ૨૩ જાન્યુઆરી, ૨૦૨૨: રવિ સિઝનનાં પાક આવવાની તારીખ નજીક આવતા હાજર બજારોમાં જોરદાર વેચવાલી જોવા મળે છે. જેનાં કારણે વાયદામાં પણ  સામુહિક વેચવાલી જોવા મળી હતી.  કૄષિ કોમોડિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ  સવારે  ૮૪૦૯.૫૦ ખુલી સાંજે ૮૩૨૦.૯૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૪૧૧ રૂ. ખુલી ઉંચામાં ૮૪૧૧ તથા નીચામાં ૮૪૧૧ રૂ. થઇ સાંજે ૮૪૧૧ રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. ધાણા, જીરૂ, એરંડા તથા કપાસિયા ખોળનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટો લાગી હતી. ગુવાર ગમનાં વાયદા કારોબાર ૨૩૭ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૦૨ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ કપાસ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા.   એરંડાના ભાવ ૭૦૪૨ રૂ. ખુલી ૭૦૨૦ રૂ., દિવેલનાં ભાવ ૧૪૪૬ રૂ. ખુલી ૧૪૪૬ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૮૬૦ રૂ. ખુલી ૨૮૩૪ રૂ., ધાણા ૮૩૪૦ રૂ. ખુલી ૮૦૩૮ રૂ. ગુવાર સીડનાં ભાવ ૬૨૩૪ રૂ. ખુલી ૬૧૭૩ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૩૫૩૦ રૂ. ખુલી ૧૩૩૨૫ રૂ., જીરાનાં ભાવ ૩૩૯૩૦ રૂ. ખુલી ૩૨૨૧૫ રૂ., કપાસનાં ભાવ ૧૬૨૦.૦૦ રૂ. ખુલી ૧૬૦૬.૦ રૂ., સ્ટીલના ભાવ ૫૦૩૩૦ ખુલી ૫૦૩૩૦ રૂ. અને હળદરનાં ભાવ  ૭૯૯૮  રૂ. ખુલી ૭૮૮૪ રૂ. બંધ રહ્યા હતા.