મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,751ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,845 અને નીચામાં રૂ.56,656 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.112 વધી રૂ.56,770ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.256 વધી રૂ.45,595 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.11 ઘટી રૂ.5,554ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,610ના ભાવે ખૂલી, રૂ.93 વધી રૂ.56,662ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,989ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,100 અને નીચામાં રૂ.68,534 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.60 વધી રૂ.68,607 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.45 વધી રૂ.68,694 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.63 વધી રૂ.68,693 બોલાઈ રહ્યો હતો. એમસીએક્સ પર 62,171 સોદાઓમાં કુલ રૂ.4,967.50 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં સુધારોઃ મેન્થા તેલમાં નરમાઈ

 વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,35,757 સોદાઓમાં કુલ રૂ.17,982.95 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9562.29 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8399.3 કરોડનો હતો. બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.2.60 વધી રૂ.223.20 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.2.40 વધી રૂ.298ના ભાવ થયા હતા. આ સામે સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2.55 ઘટી રૂ.187ના ભાવ થયા હતા. એમસીએક્સ ખાતે 14,251 સોદાઓમાં રૂ.2,458.21 કરોડના વેપાર થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,704 અને નીચામાં રૂ.6,590 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.76 વધી રૂ.6,696 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.21 વધી રૂ.283.60 બોલાઈ રહ્યો હતો. એમસીએક્સ પર 45,185 સોદાઓમાં કુલ રૂ.2,114.73 કરોડનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.24.80 ઘટી રૂ.993.70 થયો હતો. એમસીએક્સ ખાતે 529 સોદાઓમાં રૂ.21.85 કરોડનાં કામકાજ થયા હતા.