મુંબઇ, તા. ૨૮ માર્ચ: હાજર બજારોમાં ચોક્કસ કૄષિ પેદાશોમાં ખપપુરતી ખરીદી જોવા મળતાં વાયદામાં પણ તેની અસર જોવા મળી હતી. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૪૭૪.૫૦ ખુલી સાંજે ૭૫૮૬.૯૦ અંક બંધ રહ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે નીચા ખુલ્યા બાદ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. 

     

NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૨૪૩ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૩૦ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, કપાસિયાખોળ, ગવાર ગમ, ગુવાર સીડ, જીરૂ, હળદર તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે દિવેલ, ધાણા તથા કપાસનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૨૫૬ રૂ. ખુલી ૬૨૫૮  રૂ., દિવેલનાં ભાવ ૧૨૯૨ રૂ. ખુલી ૧૨૯૨ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૬૮૫ રૂ. ખુલી ૨૭૧૫ રૂ., ધાણા ૬૮૨૦ રૂ. ખુલી ૬૬૭૦ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૬૪૯ રૂ. ખુલી ૫૭૦૪ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૭૯૬  રૂ. ખુલી ૧૧૯૧૨ રૂ., જીરાનાં ભાવ ૩૫૦૨૫ રૂ. ખુલી ૩૫૮૦૫ રૂ., કપાસનાં ભાવ ૧૫૫૦.૦૦ રૂ. ખુલી ૧૫૪૬.૦ રૂ., સ્ટીલના ભાવ ૪૮૪૨૦ ખુલી ૪૮૪૮૦ રૂ. અને હળદરનાં ભાવ  ૬૮૬૦  રૂ. ખુલી ૬૮૯૮ રૂ. બંધ રહ્યા હતા.