નિફ્ટી 17800ની સાયકોલોજિકલ અને 18000ની રેઝિસ્ટન્સ ક્રોસ કરે તે જરૂરીઃ NIFTY OUTLOOK: SUPPORT 17649- 17543, RESISTANCE 17813- 17872
અમદાવાદ, તા. 9 માર્ચઃ નિફ્ટીએ 43 પોઇન્ટના સુધારા સાથે 17767 પોઇન્ટની સપાટી નોંધાવીને બુધવારે ધૂળેટી ઊજવી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝીટીવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ ધીરે ધીરે સુધરી રહ્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીના ચાર્ટ ઉપર શૂટિંગ સ્ટાર ફોર્મેશન જોવા મળે છે. સતત ત્રીજા દિવસે પણ નિફ્ટીએ સુધારાનો ટ્રેન્ડ નોંધાવ્યો છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ ધીરે ધીરે પોઝિટિવ ક્રોસ ઓવર અને 17800 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ થવાની નિશાની આપી રહ્યા છે. જે ક્રોસ થયા બાદ 18000 માટેનો ટાર્ગેટ રાખી શકાય. નીચામાં 17600ની સપાટી મહત્વની ટેકાની ગણવી.
NIFTY | 17754 | BANK NIFTY | 41577 | IN FOCUS |
S1 | 17649 | S1 | 41243 | RK FORG (B) |
S2 | 17543 | S2 | 40909 | TATACHEM (B) |
R1 | 17813 | R1 | 41768 | ONGC (S) |
R2 | 17872 | R2 | 41959 | LIC Hous (B) |
BANK NIFTY OUTLOOK: SUPPOR 41243- 40909, RESISTANCE 41768- 41959
બુધવારે બેન્ક નિફ્ટીએ પણ 227 પોઇન્ટના આકર્ષક સુધારા સાથે 41577 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. ટેકનિકલી 42000 પોઇન્ટની સપાટી મહત્વની સાયકોલોજિકલ સપાટી ગણાવી શકાય. તેની 20 ઇએમએ ક્રોસ થવી જરૂરી છે. જે 40980 પોઇન્ટ ગણાવી શકાય. નીચામાં 41243 પોઇન્ટની સપાટી નજીકની ટેકાની સપાટી ગણાવી શકાય.
(Market Lens by Reliance Securities)
(recommendation by kunvarji)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)