NIFTY OUTLOOK: SUPPORT 18035- 17995, RESISTANCE 18220- 18335
અમદાવાદઃ હેપ્પી ન્યૂ યર મિત્રો, કેલેન્ડર વર્ષ 2023ના પ્રથમ ટ્રેડિંગ દિવસથી 31 ડિસેમ્બર-2023 સુધીના તમામ ટ્રેડિંગ દિવસો દરમિયાન મહાલક્ષ્મીની કૃપા વરસતી રહે અને પ્રત્યેક ટ્રેડિંગ-ઇન્વેસ્ટમેન્ટમાં સૌ કમાતા રહે તેવી શુભકામના…..
વિતેલા 2022ના છેલ્લાં ટ્રેડિંગ દિવસે માર્કેટમાં પ્રોફીટ બુકિંગ પ્રેશર વચ્ચે નિફ્ટી- 50 86 પોઇન્ટની નરમાઇ સાથે બંધ રહ્યો હતો. પરંતુ 18105ની પોઝિટિવ સપાટીએ બંધ રહ્યો છે. જે નવા વર્ષની શરૂઆત સારી રહેવાનો સંકેત આપે છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. તે પણ સારી નિશાની છે. પરંતુ સાવચેતી જરૂરી છે.
ટેકનિકલ ઇન્ડિકેટર્સ જોઇએ તો માર્કેટમાં નિપઅટીએ 4.3 ટકાનો વર્ષ દરમિયાન સુધારો નોંધાવ્યો છે. જે સતત સાતમાં વર્ષનો સુધારો દર્શાવે છે. સામાન્ય રીતે સળંગ સાત દિવસ વરસાદ પડે તેને આપણે હેલી કહીએ છીએ. તે જ રીતે માર્કેટમાં સળંગ સાત વર્ષની હેલી પછી એકાદ વિરામ આવે તે માર્કેટની તંદુરસ્તી માટે સારી ગણાય. પરંતુ બી પોઝિટિવ હોલ્ડ કરે તે જીતે તે બજારનો નિયમ છે. ડેઇલી ચાર્ટ ઉપર ઇન્ડેક્સમાં બેરિશ રિવર્સલ પેટર્ન- ડાર્ક ક્લાઉડ કવરની રચના કરી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ નેગેટિવ છે. નિફટી માટે 18000 પોઇન્ટની સપાટી મહત્વનું સપોર્ટ લેવલ ગણાવી શકાય. જો તે તૂટે તો 17800- 17600 સુધીની ચાલ ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે. ઉપરમાં નિફ્ટી માટે 18200 પોઇન્ટની સપાટી અતિ અતિ અતિ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી છે. જો તે એક જ ઝાટકે કૂદાવે તો સમજવું કે માર્કેટમાં મોટા ખેલાડીઓની એન્ટ્રી થઇ રહી છે.
NIFTY | 18105 | BANK NIFTY | 42739 | IN FOCUS |
S-1 | 18035 | S-1 | 42491 | SAIL (B) |
S-2 | 17965 | S-2 | 42491 | SUN PHARMA (B) |
R-1 | 18220 | R-1 | 43329 | ONGC (B) |
R-2 | 18335 | R-2 | 43671 | MUTHUTFIN (S) |
BANK NIFTY OUTLOOK: SUPORT 42739- 42491, RESISITANCE 43329- 43671
શુક્રવારે છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન બેન્ક નિફ્ટીએ 266 પોઇન્ટના લોસ સાથે 42986 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ ફ્લેટથી પોઝિટિવ રહી છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે, 43000 પોઇન્ટ નીચે જ જો બેન્ક નિફ્ટી રહે તો 42500- 42400 પોઇન્ટનું પ્રેશર રહી શકે. ઉપરમાં 43500 મહત્વની અતિ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
Market Lens by Reliance Securities
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)