NIFTY OUTLOOK: SUPPORT 18299- 18178, RESISTANCE 18487- 18553
અમદાવાદઃ શેરબજારો માટે ગઇકાલે સારો વાર સોમવાર સાબિત થયો… નિફ્ટીએ 18400 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી મહત્વની હર્ડલ ક્રોસ કરી છે. છેલ્લે 151 પોઇન્ટના સુધારા સાથે 18420 પોઇન્ટ બંધ રહેવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. નિફ્ટીની સાથે સાથે પીએસયુ બેન્ક્સ, આઇટી, એફએમસીજી અને ઓટો સેક્ટર્સમાં પણ સુધારાની ચાલ રહી હતી.
ટેકનિકલી જોઇએ તો ઓવરઓલ માર્કેટબ્રેડ્થ બુલ્સની ફેવરમાં રહેવા છતાં સામાન્ય રોકાણકાર વર્ગનું ઇન્વોલ્વમેન્ટ ઓછું રહ્યું હતું. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ નેગેટિવ રહ્યા છે. જ્યારે નિયરટર્મ ઇન્ડિકેટર્સ નીચા મથાળેથી રિવર્સલ ટ્રેન્ડનો સંકેત આપી રહ્યા છે. હાલની સ્થિતિ જોતાં નિફ્ટી સુધારાની આગેકૂચમાં 18600- 18650ના લેવલ સુધી સુધારો નોંધાવે તેવી શક્યતા છે. પરંતુ જો અને તોની સ્થિતમાં નીચામાં 18200- 17950ના સપોર્ટ ઝોનને જાળવી રાખે તે પણ એટલું જ આવશ્યક રહેશે.
NIFTY | 18420 | BANK NIFTY | 43414 | NI FOCUS |
S-1 | 18299 | S-1 | 43199 | ASHOKLEY (B) |
S-2 | 18178 | S-2 | 42984 | APPOLOHOSP (B) |
R-1 | 18487 | R-1 | 43540 | MARUTI (B) |
R-2 | 18553 | R-2 | 43666 | HAL (B) |
BANK NIFTY OUTLOOK: SUPPORT 43199- 42984, RESISTANCE 43540- 43666
BANK NIFTYએ સોમવારે 195 પોઇન્ટના સુધારા સાથે 43414 પોઇન્ટની સપાટી નોંધાવી છે. 20 ડે ઇએમએને રિસ્પેક્ટ આપવા સાથે સાઇડવે રહ્યા છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ મંદીવાળાઓની ફેવર કરી રહ્યા છે. પ્રોફીટ બુકિંગ અને ઓવરબોટ કન્ડિશન વચ્ચે બેન્ક નિઉટીએ 43800ની સપાટી જો વટાવી દીધી તો મંદીવાળાઓ ઔર ફિક્સમાં મૂકાઇ શકે છે. નીચામાં ઇન્ડેક્સ 42900- 42100 પોઇન્ટની સપાટી સુધી ઘટી શકે છે.
Market outlook by Reliance Securities
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)