અમદાવાદઃ મંગળવારે નિફ્ટી-40એ તીવ્ર ઘટાડો નોંધાવ્યા બાદ 18000ની નીચેનું લેવલ નોંધાવ્યું હતું. પરંતુ સેકન્ડ હાફમાં ફરી વેલ્યૂ બાઇંગના જોરે 118 પોઇન્ટના સુધારા સાથે 18132 પોઇન્ટના લેવલે બંધ રહેવા સાથે માર્કેટબ્રેડ્થ બુલિશ રહી હતી. ટેકનિકલી જોઇએ તો તેના માટે 18150- 18200ના લેવલ્સ મેજર હર્ડલ્સ જણાય છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે નીચા મથાળેથી શરૂ થયેલી રાહત રેલી થોડા થોડા અંતરાયો સાથે ચાલુ રહી શકે છે. ઘ્યાન એ રહે કે 18000 પોઇન્ટનું મહત્વનું સપોર્ટ લેવલ જળવાઇ રહે. જ્યાં સુધી વર્લ્ડ ઇકોનોમિ, કોવિડ, ઇન્ટરેસ્ટ રેટ્સ, રશિયા- યુક્રેન જિયો પોલિટિકલ ક્રાઇસિસ અંગેનું સ્ટેટસ ક્લિયર થાય નહિં ત્યાં સુધી આવનારા પ્રત્યેક ઉછાળા આભાસી પૂરવાર થતાં રહે. પરંતુ સ્ટોક સ્પેસિફિક સુધારાની ચાલ જારી રહે તેવી સંભાવના જણાય છે.

NIFTY18132BANK NIFTY42860IN FOCUS
S-1181017S-142527ENGINERSIN (B)
S-217901S-242194ICICIBNK (B)
R-118199R-143060TECHM (B)
R-218265R-243260BRITANNIA (S)

BANK NIFTY SUPPORT 42527- 42194, RESISTANCE 43060- 43260

મંગળવારે બેન્ક નિફ્ટીએ 229 પોઇન્ટના સુધારા સાથે 42860 પોઇન્ટના લેવલે બંધ આપવા સાથે સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ બુલિશ રહી છે. ટેકનિકલી જોઇએ તો ઇન્ડેક્સ તેની 43000- 43150 પોઇન્ટની નજીકની હર્ડલ તરફ આગળ વધી રહ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, લોઅર લેવલથી સુધારા માટે બુલ્સ તૈયાર છે. ઉપરમાં અગાઉ જણાવ્યું તે પ્રમાણે 43000- 43150 પોઇન્ટની મહત્વની હર્ડલ ક્રોસ કરે તે સુધારાની આગેકૂચ માટે જરૂરી રહેશે. નીચામાં 42275- 42194 પોઇન્ટની મહત્વની સપોર્ટ લેવલ પણ જાળવવી પડશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)