Forbs Most Powerful Women List 2023

ક્રમનામબિઝનેસ
1.Ursula vonરાજકારણ અને પોલિસી
2.Christine Lagardeરાજકારણ અને પોલિસી
3.Kamala Harrisરાજકારણ અને પોલિસી
4.Giorgia Meloniરાજકારણ અને પોલિસી
5.Taylor Swiftમીડિયા એન્ડ એન્ટર.
6.Karen Lynchબિઝનેસ
7.Jane Fraserફાઈનાન્સ
8.Abigail Johnsonફાઈનાન્સ
9.Mary Barraબિઝનેસ
10.Melinda FrenchPhilanthropy
32.Nirmala Sitharamanરાજકારણ અને પોલિસી
60.Roshni Nadar Malhotraટેક્નોલોજી
70.Soma Mondalબિઝનેસ
76.Kiran Mazumdar-Shawબિઝનેસ

અમદાવાદ, 6 ડિસેમ્બરઃ વિશ્વની ટોચની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં ભારતના નાણા મંત્રી નિર્મલા સિતારમણ સહિત ચાર ભારતીય મહિલાઓએ સ્થાન મેળવ્યું છે. જેમાં નિર્મલા સિતારમણ 32માં ક્રમ સાથે પ્રથમ ભારતીય મહિલા, બીજા ક્રમે એચસીએલ કોર્પોરેશનના સીઈઓ રોશની નાદર 60માં ક્રમ સાથે બીજા, સેઈલના સોમા મંડલ 70માં ક્રમે ત્રીજા અને બાયોકોનના ફાઉન્ડર કિરણ મજૂમદાર-શૉ 76માં ક્રમ સાથે ચોથી શક્તિશાળી ભારતીય મહિલા છે.

નિર્મલા સીતારમણને 2019માં ભારતના નાણામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ કેન્દ્રીય કોર્પોરેટ બાબતોના મંત્રી પદ પણ ધરાવે છે. આ પહેલા, સીતારમણે ભારતના 28માં સંરક્ષણ પ્રધાન તરીકે સેવા આપી હતી, આ બંને મંત્રાલયો સંભાળનાર દેશની બીજી મહિલા છે.

ગયા વર્ષે, નાણામંત્રી 2022ની ફોર્બ્સની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં 36માં ક્રમે હતા.

2023ની શક્તિશાળી મહિલાઓની યાદી અગાઉની જેમ ચાર મુખ્ય માપદંડો દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેમાં ફાઈનાન્સ, મીડિયા અને ઈમ્પેક્ટ અને ઈન્ફ્લુઅન્સ સેગમેન્ટ. રાજકીય નેતાઓ માટે કુલ સ્થાનિક ઉત્પાદનો અને વસ્તીનું વેઈટેજ કર્યું છે; કોર્પોરેટ વડાઓ માટે, આવક, મૂલ્યાંકન અને કર્મચારીઓની સંખ્યા મહત્વપૂર્ણ હતી. મીડિયાના ઉલ્લેખો અને સામાજિક પહોંચનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. 100 મહિલાઓ કે જેઓ નીતિઓ, ઉત્પાદનો અને રાજકીય લડાઈઓને આકાર આપી રહી છે જે વિશ્વને પરિવર્તન સાથે પુનઃવ્યાખ્યાયિત કરી રહી છે. તેમની પસંદગી કરવામાં આવી.

  • અમેરિકાના Kamala Harris ફોર્બ્સની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ત્રીજા ક્રમે, જેમના મૂળ ભારતીય
  • Forbes Most Powerful Women 2023ની યાદીમાં ચાર ભારતીય મહિલાઓ સામેલ

ફોર્બ્સની વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી 2023

આ યાદીમાં સૌથી શક્તિશાળી મહિલા, ટોચ પર છે, યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેન છે અને ત્યારબાદ યુરોપિયન સેન્ટ્રલ બેંકના બોસ ક્રિસ્ટીન લેગાર્ડ બીજા સ્થાને છે. આ યાદીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ત્રીજા સ્થાને છે. જેમના મૂળ પણ ભારતીય છે.