મુંબઈ, 4 માર્ચ: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા પર યુનિક રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સનો આંક 29 ફેબ્રુઆરી, 2024ના રોજ 9 કરોડ (90 મિલિયન)ને પાર કરી ગયો હતો. એક્સચેન્જમાં રજિસ્ટર્ડ કુલ ક્લાયન્ટ કોડ્સે 16.9 કરોડ (169 મિલિયન) (અત્યાર સુધીના તમામ ક્લાયન્ટ રજિસ્ટ્રેશન્સનો સમાવેશ થાય છે, ક્લાયન્ટ્સ એકથી વધુ ટ્રેડિંગ મેમ્બર સાથે રજિસ્ટર કરી શકે છે)નો આંકડો પાર કર્યો હતો.

એનએસઈ ખાતે યુનિક ઇન્વેસ્ટર રજિસ્ટ્રેશન્સમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. 6થી 7 કરોડ (60થી 70 મિલિયન) યુનિક ઇન્વેસ્ટર્સનો આંક વધવામાં લગભગ નવ મહિના થયા હતા જ્યારે બાકીના એક કરોડ (10 મિલિયન) સુધી પહોંચતા આઠ મહિના થયા હતા અને 8થી 9 કરોડ (80થી 90 મિલિયન) સુધી પહોંચતા માત્ર પાંચ મહિના જ થયા હતા. આ સમયગાળા દરમિયાન રોજના નવા યુનિક રજિસ્ટ્રેશન્સ ઓક્ટોબર 2023માં 47,000થી આ વર્ષના જાન્યુઆરીમાં 78,000 થયા છે. ઇન્વેસ્ટર બેઝમાં છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ ગણો વધારો જોવાયો છે. નાણાંકીય વર્ષ 2024ના પ્રારંભથી 29 ફેબ્રુઆરી, 2024 સુધી નિફ્ટી 50એ 27 ટકા વળતર આપ્યું છે જ્યારે નિફ્ટી 500એ આ જ સમયગાળા દરમિયાન 38 ટકા વળતર આપ્યું છે. ફેબ્રુઆરી 2024ના અંતે પૂરા થતા છેલ્લા પાંચ વર્ષના ગાળામાં એન્યુઅલાઇઝ્ડ રિટર્ન નિફ્ટી 50 અને નિફ્ટી 500 માટે અનુક્રમે 15.3 ટકા અને 17.5 ટકા રહ્યું હતું.

ઓક્ટોબર 2023 પછી બજારમાં પ્રવેશેલા નવા રોકાણકારોના લગભગ 42 ટકા ઉત્તર ભારતના હતા અને તેના પછી પશ્ચિમ ભારત (28 ટકા), દક્ષિણ ભારત (17 ટકા) અને પૂર્વ ભારત (13 ટકા)ના હતા. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રે આ સમયગાળા દરમિયાન નવા રોકાણકારોનો સૌથી વધુ આંકડો દર્શાવ્યો હતો જે નવા ઉમેરાયેલા તમામ રોકાણકારોમાં ચોથા ભાગ કરતા વધુ જેટલો હતો. હાલ મહારાષ્ટ્રના યુનિક રજિસ્ટર્ડ ઇન્વેસ્ટ્રની સંખ્યા 1.6 કરોડ (16 મિલિયન) રોકાણકાર છે જ્યારે તેના પછી ઉત્તર પ્રદેશ 97 લાખ (9.7 મિલિયન) અને ગુજરાત 81 લાખ (8.1 મિલિયન) સાથે આવે છે. નવા રોકાણકારોનો વધારો તમામ રાજ્યોમાં જોવાયો છે જેમાં 33 પિનકોડ્સ એવા છે જ્યાં કમસે કમ એક વ્યક્તિ બજારમાં સીધું રોકાણ કરી રહી છે. છેલ્લા પાંચ મહિનામાં નોંધાયેલા તમામ નવા રોકાણકારો પૈકી 46 ટકા ટોચના 100 જિલ્લાઓ (આ સમયગાળામાં નવા રજિસ્ટ્રેશનની સંખ્યા દ્વારા) સિવાયના હતા. આ સમયગાળા દરમિયાન પરોક્ષ સહભાગિતા પણ વધી છે જે ઓક્ટોબર 2023થી જાન્યુઆરી 2024 દરમિયાન ખૂલેલા લગભગ 1.6 કરોડ (16 મિલિયન) નવા એસઆઈપી ખાતા પરથી જોઈ શકાય છે. આ  ગાળામાં રૂ. 17,600 કરોડ (176 અબજ)નો એવરેજ માસિક એસઆઈપી ઇનફ્લો જોવાયો હતો જે અગાઉના છ મહિનાના ગાળામાં રૂ. 15,115 કરોડ (151 અબજ) હતો.

એનએસઈના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને જણાવ્યું હતું કે “તાજેતરમાં ઉમેરાયેલા 1 કરોડ નવા રોકાણકારો પાંચ જ મહિનાના ટૂંકા ગાળામાં એક્સચેન્જ પર નોંધાયા છે. ઇક્વિટી, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ), આરઈઆઈટી, આઈએનવીઆઈટી, સરકારી બોન્ડ્સ, કોર્પોરેટ બોન્ડ્સ વગેરે જેવા વિવિધ એક્સચેન્જ ટ્રેડેડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં વધી રહેલી સહભાગિતા માટે કેટલાક પરિબળોને જવાબદાર ગણી શકાય જેમ કે છેલ્લા કેટલાક વર્ષોમાં કેવાયસી પ્રોસેસમાં આવેલી સરળતા, રોકાણકાર જાગૃતતા કાર્યક્રમો દ્વારા તમામ હિસ્સેદારોમાં વધેલી નાણાંકીય સાક્ષરતા અને લાંબા ગાળાથી ટકી રહેલું હકારાત્મક બજાર સેન્ટિમેન્ટ.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)