ગુરુગ્રામ 4 માર્ચ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મેટ (MET) સિટી સ્વીડનની કંપની સાબ પ્રખ્યાત કાર્લ-ગુસ્તાફ વેપન સિસ્ટમનું ભારતમાં તેનું પ્રથમ ઉત્પાદન એકમ અહીં સ્થાપશે. સંરક્ષણ ક્ષેત્રે આ ભારતનું પ્રથમ 100 ટકા સીધું વિદેશી મૂડીરોકાણ (FDI) હશે. સાબ સ્વીડનના સંરક્ષણ ક્ષેત્રની વિશાળ કંપની છે.

હરિયાણામાં પ્લાન્ટનું બાંધકામ શરૂ કરવા માટે સાબ એફએફવીઓ ઈન્ડિયા દ્વારા બંને કંપનીઓ વચ્ચેના કરાર પર હસ્તાક્ષર અને ત્યારબાદ ‘ખાત મૂહૂર્ત’ની સાથે રિલાયન્સ મેટ સિટીમાં વિવિધ ક્ષેત્રોમાં પહેલેથી જ નવ દેશોની કંપનીઓ આવી ચૂકી છે. આ સિટી ભારતના સૌથી મોટા આઇજીબીસી પ્લેટિનમ રેટેડ ઈન્ટિગ્રેટેડ સ્માર્ટ સિટીમાંની એક છે અને હરિયાણામાં એકમાત્ર જાપાન ઈન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ (જેઆઇટી) તરીકે સ્થાપિત છે, જ્યાં ઈલેક્ટ્રોનિક્સથી લઈને ઓટો-કમ્પોનન્ટ્સથી લઈને મેડિકલ ડિવાઈસના ક્ષેત્રોની છ જાપાનીઝ કંપનીઓનો સમાવેશ થાય છે. અહીં દક્ષિણ કોરિયાની છ કંપનીઓ અને સ્વીડન સહિત યુરોપની બહુવિધ કંપનીઓ પણ આવી ચૂકી છે.

” ભારતમાં અમારો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રિલાયન્સ મેટ સિટી સાથેની ભાગીદારી મેઇક ઇન ઇન્ડિયા પહેલ અને ભારતીય સંરક્ષણ દળો સાથેના અમારા ગાઢ સહયોગ માટેની અમારી મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”, તેમ સાબ ઈન્ડિયા ટેક્નોલોજીસના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અને સાબ એફએફવીઓ ઈન્ડિયાના મેમ્બર ઓફ બીઓડી મેટ્સ પામબર્ગે કહ્યું હતું.

મેટ સિટીના સીઈઓ અને વ્હોલ ટાઇમ ડિરેક્ટર એસ.વી. ગોયલે જણાવ્યું હતું કે, “સાબ ભારતના પ્રથમ 100 ટકા એફડીઆઇ FDI માન્ય સંરક્ષણ ઉત્પાદક તરીકે બેસ્ટ-ઇન-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટેના અમારા સંકલ્પને માત્ર મજબૂત નહીં બનાવે પરંતુ વૈશ્વિક કંપનીઓ માટે વ્યવસાય કરવા માટે મેટ સિટીને પસંદગીના સ્થાન તરીકે પણ સ્થાપિત કરશે. તેમાં રૂ. 8,000 કરોડનું રોકાણ પહેલેથી જ પ્રતિબદ્ધ છે. હાલમાં મેટ સિટી 2200 એકરથી વધુ માટે લાઇસન્સ ધરાવે છે અને પ્રોજેક્ટ પહેલાથી જ 40,000થી વધુ લોકોને રોજગાર પૂરી પાડી ચૂક્યો છે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)