પરમેસુ બાયોટેકએ IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 11 નવેમ્બરઃ પરમેસુ બાયોટેક લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP ) ફાઇલ કર્યું છે. પરમેસુ બાયોટેક એ ભારતમાં મકાઇ આધારિત સ્પેશિયલ્ટી પ્રોડક્ટ્સની સૌથી મોટા ઉત્પાદકો પૈકીની એક છે. તેના વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં દેશી મકાઇ સ્ટાર્ચ, સંશોધિત મકાઇ સ્ટાર્ચ, લિક્વિડ ગ્લુકોઝ, મેલ્ટોડેક્સ્ટ્રિન પાવડર તથા જર્મ્સ, ગ્લુટેન, ફાઇબર, કોર્ન સ્ટીપ લિકર અને સમૃદ્ધ ફાઇબર જેવી કો-પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. કંપની રૂ. 6,000 મિલિયન (રૂ. 600 કરોડ) સુધીની કુલ રકમ માટે IPO દ્વારા ભંડોળ એકત્રિત કરવાની યોજના ધરાવે છે.
ઇક્વિટી શેર કેપિટલ (પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના) ની કુલ ઇશ્યૂ સાઇઝમાં રૂ. 5,200 મિલિયન (રૂ. 520 કરોડ) સુધીના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 800 મિલિયન (રૂ. 80 કરોડ) સુધીના કુલ મૂલ્યની ઓફર ફોર સેલ (ઓએફએસ)નો સમાવેશ થાય છે. કંપની ઇશ્યૂની કુલ રકમનો નીચે મુજબ ઉપયોગ કરવાની યોજના ધરાવે છેઃ (1) લગભગ રૂ. 3,300 મિલિયન (રૂ. 330 કરોડ)ના ખર્ચે મધ્ય પ્રદેશમાં 1,200 ટીપીડીનો નવો પ્લાન્ટ સ્થાપવા માટે મૂડી ખર્ચની જરૂરિયાતને ભંડોળ પૂરું પાડવા માટે (2) રૂ. 850 મિલિયન (રૂ. 85 કરોડ) સુધી કંપનીના ચોક્કસ ઋણની આંશિક અથવા સંપૂર્ણ ચૂકવણી/પૂર્વ ચૂકવણી કરવા અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)