Paytm App એ પેટીએમ પેમેન્ટ્સ બેન્કથી અલગ છે, જેની કામગીરી જારી રહેશેઃ વિજય શેખર શર્મા
અમદાવાદ, 2 ફેબ્રુઆરીઃ પેટીએમની એસોસિએટ બેન્ક પર હાલમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પ્રતિબંધો મૂકતો આદેશ જારી કર્યો છે. જેના પર પ્રતિક્રિયા આપતાં પેટીએમના ફાઉન્ડર અને સીઈઓ વિજય શેખર શર્માએ પેટીએમ એપ ચાલુ રહેવાની ખાતરી આપી હતી. વિજય શેખરે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, પ્રત્યેક પેટીએમરની લોકપ્રિય એપ જારી રહેશે, જે 29 ફેબ્રુઆરી બાદ પણ કાર્યરત રહેશે. હું પેટીએમ ટીમના પ્રત્યેક સભ્ય સાથે આ કટોકટીના સમયમાં પડખે ઉભો છું.
વધુમાં ઉમેર્યું હતું કે, તમામ પડકારો ઉકેલી શકાય તેવા હોય છે. અમે દેશ માટે શ્રેષ્ઠ સેવાઓ આપવાની પ્રતિબદ્ધતા સાથે પેટીએમ ઈવેશન અને નાણાકીય સેવાઓના સમાવેશીકરણ માટે કાર્યરત રહીશું.
આરબીઆઈએ હાલમાં જ પેટીએમ પેમેન્ટ બેન્ક પર 29 ફેબ્રુઆરીથી કામગીરી પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, પેટીએમ પેરેન્ટ બેન્ક એ પેટીએમની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સનું અલગ માળખું છે. પેટીએમ અને પેટીએમ પેમેન્ટ બેન્ક બંને અલગ સેગમેન્ટમાં કામ કરે છે. પેટીએમ એ ડિજિટલ વોલેટ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. જે મોબાઈલ રિચાર્જ, ઓનલાઈન પેમેન્ટ, બિલ પેમેન્ટ અને ઓનલાઈન શોપિંગ માટે કામ કરે છે.
બીજી તરફ, Paytm પેમેન્ટ્સ બેન્ક એ એક અલગ એન્ટિટી છે જે બેન્ક તરીકે કાર્ય કરે છે, બચત ખાતાઓ, ડેબિટ કાર્ડ્સ અને અન્ય બેંકિંગ સેવાઓ પ્રદાન કરે છે. જો કે, બંને Paytm ઇકોસિસ્ટમનો ભાગ છે, તેઓ જુદા જુદા હેતુઓ પૂરા કરે છે – Paytm એક ડિજિટલ પ્લેટફોર્મ તરીકે અને Paytm પેમેન્ટ્સ બેન્ક લાઇસન્સ પ્રાપ્ત નાણાકીય સંસ્થા તરીકે.
RBI દ્વારા મંજૂરી પ્રાપ્ત પેમેન્ટ્સ બેન્ક, એક નવતર બેન્કિંગ મોડલ છે. ચોક્કસ સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ ક્રેડિટ જારી કરવા પર પ્રતિબંધિત છે પરંતુ તેઓ થાપણો સ્વીકારી શકે છે, હાલમાં વધુ વધારાની સંભાવના સાથે ગ્રાહક દીઠ ₹2 લાખની મર્યાદા છે. પરંપરાગત બેન્કોથી વિપરીત, પેમેન્ટ બેન્ક લોન અથવા ક્રેડિટ કાર્ડ આપી શકતી નથી પરંતુ ATM અને ડેબિટ કાર્ડ ઈશ્યુ કરી શકે છે.
વધુમાં, આ બેન્કો ધિરાણની સુવિધાને વિસ્તૃત કર્યા વિના વ્યવહારોને સરળ બનાવવા અને આવશ્યક બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે ઑનલાઇન અને મોબાઇલ બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે.