પિયોટેક્સ ઇન્ડસ્ટ્રીઝનો IPO 10 મેએ ખૂલશે, પ્રાઇઝ બેન્ડ રૂ.94
અમદાવાદ, 8 મે : યાર્ન, ફેબ્રિક અને કોટન બેલના અગ્રણી સપ્લાયર પિયોટેક્સ ઇન્ડસ્ટ્રીઝનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) 10 મેએ ખૂલશે. આઇપીઓ 14 મેએ બંધ થશે. કંપની ઓફરિંગમાંથી અંદાજે રૂ. 14.47 કરોડ ઊભા કરવાની તથા BSE SME પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે છે. ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર રૂ. 94 નિર્ધારિત કરાયો છે તથા 1,200 ઇક્વિટી શેર્સનો લોટ સાઇઝ રહેશે. આ ફિક્સ્ડ-પ્રાઇઝ IPOમાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 15,39,600 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. તેમાં 78,000 ઇક્વિટી શેર્સ માર્કેટ મેકર માટે, એનઆઇઆઇ માટે 7.3 લાખ ઇક્વિટી શેર્સ તથા રિટેઇલ પોર્શન માટે 7.3 લાખ ઇક્વિટી શેર્સ અનામત રખાયા છે.
લીડ મેનેજર્સઃ બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર તથા કેમિયો કોર્પોરેટ સર્વિસિસ લિમિટેડ રજીસ્ટ્રાર છે.
કંપની ઇશ્યૂમાંથી એકત્રિત કરાયેલા ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડની જરૂરિયાતો, કોર્પોરેટના સામાન્ય હેતુઓ તથા ઇશ્યૂના ખર્ચને પૂર્ણ કરવા માટે કરવાની યોજના ધરાવે છે.
પૂણેમાં મુખ્યાલય ધરાવતી કંપની યાર્ન, ફેબ્રિક અને કોટન બેલ્સના અગ્રણી સપ્લાયર છે તથા એસેટ-લાઇટ મોડલ ઉપર કામ કરે છે. આ પ્રોડક્ટ્સ ગાર્મેન્ટ અને હોમ ફર્નિશિંગ જેવા વિવિધ હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે. કંપની કોટન બેલ્સ અને કોટન યાર્નનું વેચાણ માત્ર સેલિંગ એગ્રીમેન્ટ દ્વારા જ કરે છે. તેની સ્પિનિંગ અને વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં હંમેશા માગ હોય છે. તે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં ગ્રાહકોને તેની પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે.
વર્ષ 2019માં સ્થાપિત ફર્સ્ટ-જનરેશન આંત્રપ્રિન્યોર અભય શ્રીરામ અસાલકર અને યોગેશ ઓમપ્રકાશ નિમોડિયા દ્વારા સ્થાપિત પિયોટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અદ્યતન ટેક્નોલોજી અને પ્રોસેસિંગ ટેક્નોલોજીથી સજ્જ છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેના સમૃદ્ધ અનુભવ સાથે કંપની તેના વિઝન અને વૃદ્ધિની વ્યૂહરચનાઓ પ્રત્યે કટીબદ્ધ છે.
નાણાકીય વર્ષ 2023-24માં પિયોટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે રૂ. 3 કરોડના પીએટી સાથે રૂ. 118.45 કરોડની આવક નોંધાવી હતી, જે અગાઉના નાણાકીય વર્ષમાં રૂ. 2.88 કરોડ પીએટી સાથે આવક રૂ. 86 કરોડ હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)