નવી દિલ્હી, 20 ફેબ્રુઆરીઃ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ પૈકી એક પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે આજે મર્યાદિત સમયગાળા માટે નવી ફિક્સ્ડ ડિપોઝીટ શરૂ કરી હોવાની જાહેરાત કરી છે. જે 23 માસની મુદ્દત માટે વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 8.30 ટકા અને 60 વર્ષ સુધીની વયમર્યાદા સાથે વ્યક્તિગત માટે વાર્ષિક 8 ટકાનું આકર્ષક વ્યાજ ઓફર કરી રહી છે. આ વિશેષ વ્યાજદર તમામ નવી અને રિન્યુ એફડી પર 31 માર્ચ, 2024 સુધી લાગૂ રહેશે. જેમાં રોકાણકારો રૂ. 10 હજારના લઘુત્તમ રોકાણ સાથે આ એફડી સ્કીમ મારફત સંપત્તિ સર્જનનો લાભ મેળવી શકે છે.

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સના એમડી અને સીઈઓ શ્રી ગીરીશ કૌસ્ગીએ જણાવ્યું હતું કે, “રોકાણકારોને મજબૂત રોકાણની આદતો અપનાવવા પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે અમે ફિક્સ્ડ ડિપોઝિટ પર મર્યાદિત-ગાળાની આકર્ષક વ્યાજ દર ઓફરની જાહેરાત કરીએ છીએ. પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ 31 ડિસેમ્બર, 2023 સુધીમાં કુલ રૂ. 17134 કરોડની પબ્લિક ડિપોઝિટ સાથે દેશની ટોચની ડિપોઝિટ બુક હોલ્ડર હાઉસિંગ ફાઈનાન્સ કંપની છે. તેની ડિપોઝિટને ક્રિસિલ દ્વારા ‘AA/Positive’ અને CARE ‘AA/પોઝિટિવ’ રેટિંગ આપવામાં આવ્યું છે. તે ડોરસ્ટેપ સેવાઓ, મજબૂત ટેકનોલોજી અને ડિજિટલ ક્ષમતાઓ અને સીમલેસ અનુભવ માટે સમર્પિત કસ્ટમર સર્વિસ મેનેજર્સ સહિત 18K+ ચેનલ ભાગીદારોના મજબૂત વિતરણ નેટવર્ક દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ સેવાઓ પ્રદાન કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)