બોલિવૂડ અભિનેતા અને ઉદ્યોગ સાહસિક સુનિલ શેટ્ટીની હાજરીમાં આ પહેલ શરૂ કરવામાં આવીકલ કે કરોડપતિનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને અન્ય સ્ટેકહોલ્ડર્સનો સમૃદ્ધ સમુદાય બનાવવાનો છેઆ પ્લેટફોર્મ પહેલાથી જ સ્ટાર્ટઅપ્સ માટે રૂ. 15 કરોડનું ફંડ એકત્ર કરવાની સુવિધા આપી ચૂક્યું છે

અમદાવાદ, 20 ફેબ્રુઆરી: ભારતની સતત વૃદ્ધિ પામી રહેલી વધતી જતી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને વેગ આપતાં સ્ટાર્ટઅપ્સને મહત્વનું પ્લેટફોર્મ પ્રદાન કરતી પહેલ ‘કલ કે કરોડપતિ (KKK)’નું અમદાવાદમાં મંગળવારે અભિનેતા અને ઉદ્યોગ સાહસિક સુનિલ શેટ્ટી દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

આ પહેલની શરૂઆત ગુજરાત ચેપ્ટરથી શરૂ કરવામાં આવી

કલ કે કરોડપતિ એ સ્ટાર્ટઅપ્સ, વીસી ફંડ્સ અને રોકાણકારોનું જોડાણ રજૂ કરે છે. જે નોંધપાત્ર આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે વ્યાપક અભિગમ અપનાવી ફંડ ઊભુ કરવાના પ્રયાસોને સફળ બનાવે છે. પ્રથમ ચેપ્ટરની શરૂઆત ખાસ કરીને ગુજરાતના વાઈબ્રન્ટ લેન્ડસ્કેપમાં સ્ટાર્ટઅપ્સ અને મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકોને સહાય કરતું નવુ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. આ પહેલમાં ગુજરાતભરમાંથી 500 સ્ટાર્ટઅપ્સને તેમના બિઝનેસ પ્રસ્તાવો અને ખ્યાલો રજૂ કરવા આમંત્રિત કર્યા હતાં. જેમાંથી વિવિધ ઉદ્યોગોમાં ઈનોવેટિવ સોલ્યુશન્સ પ્રદાન કરતાં 27 આશાસ્પદ સાહસોની પસંદગી કરવામાં આવી છે.

ગુજરાતના 500 સ્ટાર્ટઅપ્સ પૈકી 27 સાહસોની પસંદગી કરવામાં આવી

પસંદગી પામેલા સ્ટાર્ટઅપને નવ વેન્ચર કેપિટલ ફંડ્સ અને રોકાણકારોની પેનલ સમક્ષ સંક્ષિપ્ત 3-મિનિટની લાઇવ પિચ દ્વારા તેમના વેન્ચરની વૃદ્ધિ ક્ષમતા અને યુનિક મોડલને રજૂ કરવાની તક આપવામાં આવી હતી. નોંધનીય છે, કલ કે કરોડપતિની પ્રથમ સિઝનમાં આ સ્ટાર્ટઅપ્સ રોકાણકારો પાસેથી 15 કરોડના EOI પ્રાપ્ત કરી ચૂક્યા છે. જે અગ્રણી રોકાણ સંસ્થાઓ માટે ગુજરાતના ઈનોવેટિવ પ્રયાસોના આકર્ષણને રેખાંકિત કરે છે.

વેન્ચર બિલ્ડરના આંત્રપ્રિન્યોર મિલાપસિંહ જાડેજાએ કોન્સેપ્ટ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કલ કે કરોડપતિ ગુજરાતની સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ અને ભારતના વિશાળ ઉદ્યોગ સાહસિક લેન્ડસ્કેપને પ્રોત્સાહન આપવાની નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. અમને આશા છે કે, આ પહેલ સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને સ્ટેક હોલ્ડર્સને નેટવર્કિંગ, ચર્ચા-વિચારણા કરવા તેમજ ફંડ એકત્ર કરવાની તકોને પ્રોત્સાહન આપતું વિશિષ્ટ પ્લેટફોર્મ તરીકે મહત્વની ભૂમિકા ભજવશે. ઘણા નવા સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ સાહસો આગામી વર્ષોમાં આર્થિક વૃદ્ધિ માટે નોંધપાત્ર સફળતાનો માર્ગ તૈયાર કરશે, પરિણામે રોજગારની વિશાળ તકોનું સર્જન થશે.

બોલિવુડના જાણીતા અભિનેતા, ઉદ્યોગ સાહસિક અને રોકાણકાર સુનિલ શેટ્ટીની ઉપસ્થિતિમાં કલ કે કરોડપતિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમણે નવા વિચારોને અમલમાં મૂકવા અને આર્થિક વિકાસ માટે અનુકૂળ સહયોગી સમુદાયને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. શેટ્ટીએ જણાવ્યું હતું કે, કલ કે કરોડપતિ સ્ટાર્ટઅપ્સ અને રોકાણકારોની સમૃદ્ધ ઇકોસિસ્ટમ કેળવવા માટે પ્રશંસનીય પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે, જેના મારફત આર્થિક વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન મળી રહ્યું છે.

કલ કે કરોડપતિ પહેલ આ બધાં સેક્ટર્સમાં ફાળો આપશે

કલ કે કરોડપતિ પહેલ ટેક્નોલોજી, શિક્ષણ, ટ્રાવેલ, હેલ્થકેર અને હોસ્પિટાલિટી સહિત વિવિધ ક્ષેત્રે નવી તકોનું સર્જન ઉપરાંત રોકાણોની સુવિધા પ્રદાન કરતાં આર્થિક વૃદ્ધિમાં ફાળો આપવા માટે તૈયાર છે.

આઈરોલર મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટના ફાઉન્ડર જિગ્નેશ પટેલ તથા શોના એસોસિએટ પ્રોડ્યુસર  અલ્કા ગોર જણાવ્યું હતું કે, અમે એક શરૂઆત કરી છે, અને અમને વિશ્વાસ છે કે કલ કે કરોડપતિ ગુજરાત અને ભારતમાં સ્ટાર્ટઅપ્સની સફળતાને પ્રદર્શિત કરવા એક યુનિક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)