સૌરાષ્ટ્રના યાર્ડો બંધ રહેતાં ચોક્કસ કોમોડિટીના ભાવોમાં ઊછાળો
NCDEX ખાતે ધાણા તથા હળદરમાં ઉપલી સર્કિટ, ઇસબગુલમાં ઘટાડો

મુંબઇ, 14 જુન: સૌરાષ્ટ્રનાં યાર્ડો બંધ હોવાથી હાજર બજારોમાં આવક રૂંધાતા ચોક્કસ કોમોડિટીનાં ભાવમાં ઉછાળા જોવા મળ્યા હતા. બાકી બજારો નરમ હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૫૪ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે મસાલા વધ્યા મથાળે જ્યારે ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે હળદર તથા ધાણાંનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. આજે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૮૪ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૭૦ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ગુવાર ગમ, ગુવાર સીડ, ઇસબગુલ તથા કપાસનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ધાણા, જીરુ, સ્ટીલ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૫૭૮૬ રૂ. ખુલી ૫૭૦૦ રૂ., દિવેલનાં ભાવ ૧૧૭૭ રૂ. ખુલી ૧૧૭૭ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૫૩૦ રૂ. ખુલી ૨૫૦૨ રૂ., ધાણા ૫૯૬૨ રૂ. ખુલી ૬૦૬૮ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૧૫૭ રૂ. ખુલી ૫૧૧૯ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૯૯૯૦ રૂ. ખુલી ૯૮૯૯ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૨૬૮૦ રૂ. ખુલી ૨૨૦૭૫ રૂ., જીરાનાં ભાવ ૪૯૦૦૦ રૂ. ખુલી ૪૯૩૬૫ રૂ., કપાસનાં ભાવ ૧૪૯૪.૦૦ રૂ. ખુલી ૧૪૮૬.૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૮૧૦૦ ખુલી ૪૮૨૦૦ રૂ. અને હળદરનાં ભાવ ૭૭૨૨ રૂ. ખુલી ૮૧૩૭ રૂ. બંધ રહ્યા હતા.