શેરબજારમાં પ્રોફિટ બુકિંગ વધ્યું, GMDC, RITES, Mazagaon સહિતના પીએસયુ શેરોમાં કડાકો
સ્ક્રિપ્સ | છેલ્લો ભાવ | ઘટાડો |
GMDC | 262 | 9.72% |
KIOCL | 242.15 | 9.43% |
MMTC | 58.78 | 9.42% |
RITES | 518.35 | 8.73% |
Cochin Shipyard | 1094.40 | 8.91% |
RVNL | 174 | 8.18% |
BHEL | 128.70 | 8.05% |
NBCC | 55.44 | 8.00% |
પીએસયુ શેરોની આજની સ્થિતિ (BSE, ભાવ સમાચાર લખાયા ત્યાં સુધીના)
અમદાવાદ
નિફ્ટી આજે ફરી નવી 20110.35ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ 20 હજારની સપાટી તોડી 19963 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પણ રેડઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. આજે પીએસયુ શેરોમાં કડાકો થયો હતો. જીએમડીસી 8.68 ટકા, કોચિન શિપયાર્ડ 8.32 ટકા, એમએમટીસી 9.85 ટકા, રાઈટ્સ 9.15 ટકા તૂટ્યો હતો.
આરવીએનએલનો શેર પણ 8.07 ટકા તૂટ્યો હતો. S&P BSE PSU ઈન્ડેક્સ આજે 12668.81 પોઈન્ટની રેકોર્ડ ટોચે પહોંચ્યા બાદ પ્રોફિટ બુકિંગનું ભારણ વધતાં પીએસયુ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. છેલ્લા 1 માસમાં સરકારી કંપનીઓના શેરોમાં 15થી 45 ટકા રિટર્ન જોવા મળ્યું હતું.
આઈટીઆઈ લિ.નો શેર 12 ટકા ઉછળ્યો
પીએસયુ શેરોમાં વેચવાલીના પ્રેશર વચ્ચે આઈટીઆઈ લિ.નો શેર આજે 172.80ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. 12.52 ટકા ઉછળી 11.75 ટકા ઉછળી 166.95ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.