Q2 Results: HCL Techનો ચોખ્ખો નફો 9.92% વધ્યો, શેરદીઠ રૂ. 10 ડિવિડન્ડ જાહેર
અમદાવાદ, 12 ઓક્ટોબરઃ ભારતની ત્રીજી સૌથી મોટી IT સર્વિસ ફર્મ HCLTech એ 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 9.92 ટકા (YoY) વૃદ્ધિ નોંધાવી હતી. મજબૂત સોદાને કારણે ત્રિમાસિક ધોરણે ચોખ્ખો નફો 8.55 ટકા વધ્યો હતો.
Q2FY24માં ચોખ્ખો નફો રૂ. 3,833 કરોડ થયો હતો. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 3489 કરોડ હતો. ત્રિમાસિક ગાળા માટે કોન્સોલિડેટેડ આવક 8 ટકા વધીને 26,672 કરોડ રૂપિયા નોંધાઈ હતી. જે FY23ના Q2માં 24,686 કરોડ હતી.
પરિણામોના પગલે 12 ઓક્ટોબરે HCL Techનો શેર BSE પર 1.74 ટકા ઘટીને રૂ. 1,224.05 પર બંધ રહ્યો હતો.
ડિવિન્ડઃ HCL Techના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે નાણાકીય વર્ષ 2023-24 માટે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. કંપનીએ રૂ. 2ની ફેસ વેલ્યૂ ધરાવતા શેર પર રૂ. 12 પેટે વચગાળાનુ ડિવિડન્ડ જારી કર્યું છે. જેની રેકોર્ડ તારીખ 20 ઓક્ટોબર નિર્ધારિત કરી છે. ડિવિન્ડની ચૂકવણી 31 ઓક્ટોબરે કરશે.
ભરતીનું પ્રમાણ ઘટ્યું, 2024માં 10 હજાર ફ્રેશરની ભરતી
HCL Tech ના સીએમડી વિજયકુમારે જણાવ્યું હતું કે, 2024 સુધીમાં કંપની 10 હજાર ફ્રેશર્સની ભરતી કરશે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીએ કુલ 3630 ફ્રેશર્સની ભરતી હતી. જે અગાઉના ત્રિમાસિકમાં 1597 ભરતી સામે વધી છે. કંપનીમાં કુલ 221139 કર્મચારીઓ કાર્યરત છે. જો કે, સપ્ટેમ્બર ત્રિમાસિકમાં બિઝનેસ પડકારો વચ્ચે ઓપરેટિંગ માર્જિનને જાળવી રાખવા પર ફોકસ કરતાં ભરતી પ્રક્રિયા મંદ રહી હતી.