રિલાયન્સ રિટેલ વેન્ચર્સે મેટ્રો કેશ એન્ડ કેરી હસ્તગત કરી
મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (‘RRVL’)એ મેટ્રો કેશ એન્ડ કેરી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (‘મેટ્રો ઇન્ડિયા’)માં 100% ઇક્વિટી હિસ્સો હસ્તગત કરવા માટે રૂ. 2,850 કરોડની રૂપિયાની કુલ રોકડમાં નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, આ વ્યવહાર ક્લોઝિંગ એડજસ્ટમેન્ટને આધિન રહેશે. દેશમાં કેશ-એન્ડ-કેરી બિઝનેસ ફોર્મેટ રજૂ કરનારી પ્રથમ કંપની તરીકે મેટ્રો ઇન્ડિયા લગભગ 3,500 કર્મચારીઓ સાથે 21 શહેરોમાં 31 મોટા ફોર્મેટ સ્ટોર્સનું સંચાલન કરે છે. મલ્ટી-ચેનલ બીટુબી કેશ એન્ડ કેરી વ્હોલસેલર ભારતમાં ત્રણ મિલિયનથી વધુ બીટુબી ગ્રાહકો સુધી પહોંચ્યું છે. નાણાકીય વર્ષ 2021/22 (સપ્ટેમ્બર 2022ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ)માં મેટ્રો ઇન્ડિયાએ રૂ. 7700 કરોડ (€926 મિલિયન)નું વેચાણ કર્યું હતું.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર સુશ્રી ઈશા અંબાણીએ કે, મેટ્રો ઈન્ડિયા ભારતીય બીટુબી માર્કેટમાં અગ્રણી અને ચાવીરૂપ ખેલાડી છે અને તેણે મજબૂત ગ્રાહક અનુભવ પ્રદાન કરતું નક્કર મલ્ટી-ચેનલ પ્લેટફોર્મ બનાવ્યું છે. મેટ્રો એજીના સીઇઓ ડો. સ્ટેફન ગ્રૂબેલે કે, મેટ્રો ઈન્ડિયા થકી અમે યોગ્ય સમયે ખૂબ જ ગતિશીલ માર્કેટમાં વિકસતા અને નફાકારક જથ્થાબંધ વ્યવસાયનું વેચાણ કરી રહ્યા છીએ. આ વ્યવહાર કેટલાક નિયમનકારી અને અન્ય કસ્ટમર ક્લોઝિંગ કન્ડિશન્સે આધીન છે અને માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.