મુંબઇ, 29 ઓગસ્ટઃ આજની દુનિયા આશા અને ચિંતા બંને આપી રહી છે. એક તરફ આપણે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ક્રાંતિકારી સફળતાઓની સાથે શ્રેષ્ઠ સમયમાં જીવી રહ્યા છીએ ─ ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, કમ્પ્યુટિંગ, રોબોટિક્સ અને લાઇફ સાયન્સીસમાં. બીજી બાજુ, વિવિધ ભૌગોલિક-રાજકીય સંઘર્ષો વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને રાષ્ટ્રોની અર્થવ્યવસ્થાને પણ જોખમમાં મૂકી રહ્યા છે. ગ્લોબલ સાઉથમાં બહેતર જીવનની વધતી અપેક્ષાઓ વચ્ચે વિકાસલક્ષી અસમાનતાને અવગણવી એ હવે શક્ય નથી અને સ્વીકાર્ય નથી.

અમારી વૃદ્ધિના દરેક તબક્કે રિલાયન્સે આ વિકાસ મંત્રને આત્મસાત કર્યો છે. રિલાયન્સે નાણાકીય વર્ષ 2024માં આર એન્ડ ડી માટે ₹3,643 કરોડ (અમેરિકી $437 મિલિયન) કરતાં વધુ ખર્ચ કર્યા છે, જે છેલ્લાં ચાર વર્ષમાં સંશોધન પરના અમારા ખર્ચને ₹11,000 કરોડ (અમેરિકી $1.5 બિલિયન) કરતાં વધારે સુધી લઈ જાય છે. અમારી પાસે 1,000થી વધુ વિજ્ઞાનીઓ અને સંશોધકો છે જે અમારા તમામ બિઝનેસમાં જટિલ સંશોધનના પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. ગયા વર્ષે રિલાયન્સે 2,555થી વધુ પેટન્ટ ફાઈલ કરી.

રિલાયન્સને વૈશ્વિક સ્તરે ટોચની 500 કંપનીઓમાં સ્થાન મેળવવામાં બે દાયકા જેટલો સમય લાગ્યો હતો. એ પછીના બે દાયકાઓમાં જ અમે વિશ્વની ટોચની 50 સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદી આવી ગયા. ડીપ-ટેક અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગને અપનાવવાની અમારી વ્યૂહરચનાથી હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે રિલાયન્સ નજીકના ભવિષ્યમાં ટોપ-30 યાદીમાં સ્થાન મેળવશે.

રિલાયન્સે છેલ્લા ત્રણ વર્ષમાં ₹5.28 લાખ કરોડ (અમેરિકી $66.0 બિલિયન) કરતાં વધુનું રોકાણ કર્યું છે.

નાણાકીય વર્ષ 2023-24માં વિવિધ કર અને ડ્યૂટી દ્વારા ₹1,86,440 કરોડ (અમેરિકી $22.4 બિલિયન) નું યોગદાન આપીને રિલાયન્સ રાષ્ટ્રીય તિજોરીમાં સૌથી મોટો ફાળો આપનાર એકમાત્ર કંપની રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં રિલાયન્સનું દેશની તિજોરીમાં યોગદાન ₹5.5 લાખ કરોડ (અમેરિકી $68.7 બિલિયન)ને વટાવી ગયું છે.

રિલાયન્સે તેના વાર્ષિક સી.એસ.આર. ખર્ચમાં 25% વૃદ્ધિ કરીને ₹1,592 રૂપિયા (અમેરિકી $191 મિલિયન) સાથે તેની સામાજિક અસર પણ વિસ્તારી છે. આ સાથે છેલ્લા ત્રણ વર્ષમાં રિલાયન્સનો કુલ સી.એસ.આર. ખર્ચ ₹4,000 કરોડ (અમેરિકી $ 502 મિલિયન)ને વટાવી ગયો, જે તમામ ભારતીય કોર્પોરેટ્સમાં સર્વોત્તમ છે. અમે ગયા વર્ષે 1.7 લાખથી વધુ નવી નોકરીઓ ઉમેરી છે. આજે આપણી રોજગારીની સંખ્યા લગભગ 6.5 લાખ છે.

આજે જિયોનું નેટવર્ક વૈશ્વિક મોબાઇલ ટ્રાફિકના લગભગ 8 ટકાનું વહન કરે છે. આઠ વર્ષમાં જિયો વિશ્વની સૌથી મોટી મોબાઈલ ડેટા કંપની બની ગઈ છે. ચાલો હું 5Gથી શરૂઆત કરું. ગયા વર્ષે અમે જિયો ટ્રૂ 5Gનું સમગ્ર ભારતમાં રોલઆઉટ પૂર્ણ કર્યું, જે વિશ્વની સૌથી મોટી અને સૌથી ઝડપી 5G શરૂઆત છે. ભારતમાં કાર્યરત 5G રેડિયો સેલમાંથી 85 ટકાથી વધુ જિયોના છે. સૌથી વધુ વ્યાપક કવરેજ અને ઉચ્ચ ગુણવત્તા સાથે જિયો ટ્રૂ 5G હવે ભારતના દરેક ખૂણે પહોંચે છે. જિયો ટ્રૂ 5Gએ વિશ્વની સૌથી ઝડપી 5G અપનાવવાની સિદ્ધિને પણ હાંસલ કરી છે. માત્ર બે વર્ષમાં 130 મિલિયનથી વધુ ગ્રાહકોએ જિયો ટ્રૂ 5G અપનાવ્યું.

માત્ર છ મહિનામાં અમે અમારા પ્રથમ 10 લાખ એર ફાઈબર ગ્રાહકો મેળવ્યા હતા. અમે હવે અમને પોતાને દર 30 દિવસે 10 લાખ રહેઠાણો ઉમેરવાનો પડકાર આપી રહ્યા છીએ. આ ગતિ સાથે અમે રેકોર્ડ ઝડપે 100 મિલિયન હોમ બ્રોડબેન્ડ ગ્રાહકોના અમારા લક્ષ્ય સુધી પહોંચવાનો વિશ્વાસ ધરાવીએ છીએ. અમે 20 મિલિયનથી વધુ નાના અને મધ્યમ બિઝનેસીસને પણ ટાર્ગેટ કરી રહ્યા છીએ.

જોકે ભારતની 1.5 મિલિયન શાળાઓ અને કોલેજો, 70,000થી વધુ હોસ્પિટલો અને 1.2 મિલિયન ડોકટરોને જોડવાની ક્ષમતા આપણને સૌથી વધુ ઉત્સાહિત કરે છે.

હું અત્યંત રોમાંચ સાથે જિયો એઆઈ-ક્લાઉડ વેલકમ ઓફરની ઘોષણા કરું છું. આજે, હું જાહેરાત કરું છું કે જિયો યુઝર્સને 100 જીબી સુધીનો મફત ક્લાઉડ સ્ટોરેજ પ્રાપ્ત થશે.

અમે આગામી ત્રણથી ચાર વર્ષમાં અમારી આવકો અને EBITDAને બેવડાવવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. જિયોસિનેમા પર આઈપીએલની બીજી સિઝને ભવ્ય સફળતા હાંસલ કરી હતી. તે 62 કરોડ સુધી ભારતીયો સુધી પહોંચી હતી. અગાઉની સિઝનની તુલનામાં આ 38% વૃદ્ધિ છે. કુલ દર્શકગણમાં 50% વૃદ્ધિ જોવા મળી હતી. માત્ર 100 દિવસમાં જ જિયોસિનેમાએ 15 મિલિયન પેઈંગ સબસ્ક્રાઈબર્સનો આંકડો પાર કરી દીધો છે.

મને હવે રિલાયન્સ રિટેલ વિશે આટલું જણાવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે:

સ્ટોર્સની સંખ્યામાં તે વિશ્વના ટોપ-5 રિટેલર્સમાં સ્થાન ધરાવે છેમાર્કેટ કેપિટલાઈઝેશનના સંબંધમાં તે ટોપ-10 રિટેલર્સમાં સામેલ છે
કર્મચારીઓની સંખ્યાની બાબતમાં તે ટોપ-20 રિટેલર્સમાં સામેલ છેઆવકના સંબંધમાં ટોપ-30 રિટેલર્સમાં સામેલ છે.

અમે 7,000+ શહેરોમાં આશરે 80 મિલિયન ચો. ફીટ ક્ષેત્રફળ ધરાવતા આશરે 19,000 જેટલા અમારી માલિકીના સ્ટોર્સ, 4 મિલિયન કરિયાણા ભાગીદારો અને દેશભરમાં ઉપભોક્તાઓ સુધી અમને પહોંચ પૂરી પાડનારા વ્યાપક ડિજિટલ પ્લેટફોર્મ્સના જથ્થા વડે મલ્ટિપલ ચેનલ્સનું નિર્માણ કર્યું છે.

અમે 6 ડીપવોટર ફિલ્ડ્સ સફળતાપૂર્વક ચાલુ કરીને ખુદને વિશ્વસ્તરીય ડીપવોટર ઓપરેટર તરીકે સ્થાપિત કર્યા છે. હાલમાં, KG D6 ફિલ્ડ્સમાંથી લગભગ 30 MMSCMD ગેસ અને દૈનિક 22,000 બેરલ કન્ડેન્સેટનું ઉત્પાદન થાય છે. અમારા ફિલ્ડ્સ હવે ભારતના ઘરેલુ ગેસ ઉત્પાદનમાં લગભગ 30%નું પ્રદાન કરે છે. આ વર્ષે, અમે મહત્વપૂર્ણ નાણાકિય સિમાચિહ્નની પણ ઉજવણી કરી જેમાં EBITDA રૂ. 20,000 કરોડ (US$ 2.4 billion) પાર કરવા સાથે અમારી આવકો રૂ. 25,000 કરોડ (US$ 3.0 billion)ના માનક સુધી પહોંચી.

Jio-bp દેશભરમાં 4,800 થી વધુ ચાર્જ પોઈન્ટ્સ સાથે ભારતની અગ્રણી ઝડપી અને વિશ્વસનીય ચાર્જિંગ કંપની બની ગઈ છે. ગયા વર્ષે, O2C બિઝનેસે ₹5,64,749 કરોડ (US$ 67.9 billion)ની આવક અને ₹62,393 કરોડ (US$ 7.5 billion)ની EBITDA હાંસલ કરી હતી.

કેમિકલ્સમાં, અમારી ઇથિલિન ઑક્સાઈડની ક્ષમતાને વાર્ષિક 45,000 ટન વધારવા માટે એક નવી કૉલમ શરૂ કરી છે, જેનાથી અમારી ક્ષમતામાં 15%ની વૃધ્ધિ થઈ અને નફાકારકતામાં વધારો થયો.

વિનાઇલ વેલ્યુ ચેઇન મૂલ્યમાં અમારી નવી સંકલિત સુવિધા વર્ષ 2026-27 સુધીમાં દહેજ અને નાગોથાણેમાં PVC અને CPVCમાં વાર્ષિક 1.5 મિલિયન ટન (MMTPA)નો ઉમેરો કરશે. અમે વર્ષ 2026-27 સુધીમાં એક મિલિયન ટન સ્પેશિયાલિટી પોલિએસ્ટર ક્ષમતા પણ ઉમેરી રહ્યા છીએ, જેનું 2027 સુધીમાં 3 મિલિયન ટન PTA ક્ષમતા સાથે બેકવર્ડ ઇન્ટીગ્રેશન કરવામાં આવશે.

અમે જામનગર ખાતે 30 GWh વાર્ષિક ક્ષમતા સાથે સંકલિત અદ્યતન કેમેસ્ટ્રી-બેઝ્ડ બેટરી ઉત્પાદન સુવિધાનું નિર્માણ શરૂ કરી દીધું છે. ઉત્પાદન આવતા વર્ષના બીજા ભાગમાં શરૂ થશે.

જામનગર એ વિશ્વની ઉર્જા રાજધાની છે. મને કહેતા ગર્વ થાય છે કે 2025 સુધીમાં જામનગર આપણા ન્યુ એનર્જી બિઝનેસનું પારણું બની જશે. ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્ષ એક જ સ્થાન પર વિશ્વનું સૌથી મોટું, સૌથી આધુનિક, મોડ્યુલર અને સંકલિત ઇકોસિસ્ટમ હશે.

અમે જામનગરથી માત્ર 250 કિલોમીટર દૂર કચ્છમાં શુષ્ક પડતર જમીન ભાડે લીધી છે. આ પડતર જમીન આગામી 10 વર્ષમાં લગભગ 150 બિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે – જે ભારતની લગભગ 10 ટકા ઊર્જા જરૂરિયાતો પૂરી પાડે તેમ છે.

અમે કંડલા પોર્ટ પર લગભગ 2,000 એકર જમીનનો ઉપયોગ સુનિશ્ચિત કર્યો છે, જે જામનગર ખાતેના અમારા હાલના દરિયાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પૂરક બને છે.

મારા પિતા, શ્રી ધીરૂભાઈ અંબાણીના નકશેકદમ પર ચાલીને, મેં હંમેશા માન્યું છે કે રિલાયન્સ માટે ભારતને સમૃદ્ધ બનાવવું તેમજ અમારા તમામ શેરધારકો માટે મૂલ્યનું સર્જન કરવું એ એક સિક્કાની બે બાજુઓ જ છે.