નોન-એક્ઝિક્યુટીવ ડિરેક્ટર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

અમદાવાદ, 29 ઓગસ્ટઃ મજબૂત નફાની વૃદ્ધિની અમારી ધરી પર આગળ વધતા, અમે YoY 28.4%ની વૃદ્ધિ સાથે ₹23,082 કરોડનો (US$ 2.8 બિલિયન) EBITDA અને YoY 21%ની વૃદ્ધિ સાથે ₹11,101 કરોડનો (US$ 1.3 બિલિયન) ચોખ્ખો નફો નોંધાવ્યો છે. EBITDA માર્જિન, 8.5% રહીને સુધારો દર્શાવવાનું ચાલુ રાખતા YoY 70 બીપીએસ વધ્યો છે. અમારા સ્ટોર્સમાં એક બિલિયનથી વધુ ફૂટ ફોલ્સ જોવા મળ્યા છે, અને અમારી ચેનલ્સમાં 1.25 બિલિયનથી પણ વધુ ટ્રાન્ઝેક્શન્સ નોંધાયા છે. રજિસ્ટર્ડ કસ્ટમર બેઝનો આંક 300 મિલિયન ગ્રાહકોના સીમાચિહ્નને સર કરી ગયો છે, જે લગભગ અમેરિકાની વસતિ જેટલો છે. ગ્રોસરીમાં, 2.5 ગણી ઝડપે વિસ્તરણ પામે છે. અમારા ન્યૂ કોમર્સ બિઝનેસમાં 4 મિલિયન કિરાણા સહયોગી નોંધાયેલા છે, જેમને 200 શહેરોમાં આવેલા 220 મેટ્રો સ્ટોર્સ સહયોગ આપે છે.

ફેશન અને લાઇસ્ટાઇલમાં, અમારું ડિઝાઇનિંગ અને કપડાંની ખરીદીથી માંડીને લોજિસ્ટીક્સ અને વિતરણ સુધીનું વર્ટીકલ ઇન્ટીગ્રેટેડ ઓપરેશન ટ્રેન્ડ સેટ કરવામાં અને સમગ્ર દેશના અમારા ગ્રાહકોની વૈવિધ્યપૂર્ણ ફેશન જરૂરીયાતો પૂરી કરવામાં મદદ કરે છે. અમે ભારતમાં એકમાત્ર ફેશન પ્લેયર છીએ જેની માસ માર્કેટથી માંડીને પ્રિમિયમ અને લક્ઝરી સેગમેન્ટ્સ સુધીના આવકના પિરામીડના દરેક સેગમેન્ટમાં નોંધપાત્ર હાજરી છે.

કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં, વ્યક્તિગત ગ્રાહક અનુભવો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને અનુરૂપ ઉકેલો આપવાને કારણે અમે માર્કેટ લીડર રહીએ છીએ. અમારા માટે મુખ્ય તફાવત એ છે કે અમારી ઇન-હાઉસ સર્વિસ કંપની, resQ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઉચ્ચ ગુણવત્તાયુક્ત વેચાણ અને વેચાણ પછીની સેવા.

અમે સમગ્ર ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ માટેની અમારી ઑન-ડિમાન્ડ સેવાઓને ઝડપથી વિસ્તારી છે અને નવીનતમ મોબાઇલ અને લેપટોપ માટે નવા, ઉત્પાદકતા-કેન્દ્રિત ફોર્મેટની સાથે અમારા બિગ-બૉક્સ રિલાયન્સ ડિજિટલ ફોર્મેટનું વિસ્તારણ કર્યું છે.

બ્યુટીમાં, અમે ટીરા, સેફોરા, કિકો મિલાનો અને બ્લશલેસ જેવા મલ્ટીપલ ફોર્મેટ્સમાં ઓમ્ની-ચેનલ સ્ટ્રેટેજી દ્વારા અમારી હાજરી મજબૂત બનાવી રહ્યા છીએ. અમે અમારા વર્તમાન ફોર્મેટ્સ – ગ્રોસરી, ફેશન, અને ફાર્મા – ઓનલાઇન અને ઓફલાઇન એમ બંનેમાં અમારા બ્યુટી અને પર્સનલ કેર ઓફરીંગ્સ વધારી રહ્યાં છીએ. ઇનસાઇટ કોસ્મેટીક્સમાં અમારું રોકાણ અમને અમારા પોતાના બ્રાન્ડ પોર્ટફોલિયોનું નિર્માણ કરવા સક્ષમ બનાવે છે.