અમદાવાદ, 2 મેઃ હજારો વર્ષોથી મૂડીરોકાણ માટે સેફ હેવન ગણાતાં સોનાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. જેના કારણે છેલ્લા 200 વર્ષોમાં પૃથ્વીના પેટાળમાં રહેલા સોનાના કુલ જથ્થામાંથી આશરે 86 ટકા સોનું ખાણોમાંથી બહાર કાઢી ચૂક્યા છીએ. તે જોતાં હવે માત્ર 14 ટકા સોનું જ ખાણોમાં બચ્યું હોવાનો એક અંદાજ સેવાય છે. હજારો વર્ષોથી ખાણોમાંથી સોનું બહાર કઢાય છે. તે પૈકી અમેરીકા, ઓસ્ટ્રેલિયા અને રશિયા 1890 સુધી સૌથી મોટા ગોલ્ડ પ્રોડ્યુસર દેશો રહ્યા હતા. પરંતુ 1970માં સાઉથ આફ્રીકાએ 1002 ટન સોનું ખોદી કાઢવા સાથે નંબર વન સ્થાન મેળવ્યું હતું. 2022માં વિશ્વના કુલ સોનાના ઉત્પાદનમાંથી 31 ટકા હિસ્સો ચીન, રશિયા  ઓસ્ટ્રેલિયાએ ઉત્પાદન કર્યું હોવાનો એક અંદાજ સેવાય છે. આ દરેક દેશમાં આશરે 300- 300 ટન સોનાનું ઉત્પાદન થયું હોવાનું મનાય છે.

2022માં વિશ્વના ટોચના સોનું ઉત્પાદક દેશો એક નજરે

દેશઉત્પાદન ટનટકા
ચીન33011
રશિયા32010
ઓસ્ટ્રેલિયા32010
કેનેડા2207
યુએસ1705
મેક્સિકો1204
સાઉથ આફ્રીકા1104
પેરુ1003
ઉઝબેકિસ્તાન1003
ઘાના903
ઇન્ડોનેશિયા702
અન્ય102033
કુલ3100 

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)