Senco Gold IPO પ્રથમ દિવસે 75% ભરાયો, રિટેલ પોર્શન ભરાયો, PKH વેન્ચર છેલ્લા દિવસે કુલ 0.65% જ ભરાયો
અમદાવાદ, 4 જુલાઇઃ ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી રિટેલર સેન્કો ગોલ્ડ લિ.ના રૂ. 405 કરોડનો IPO પ્રથમ દિવસે 75 ટકા ભરાઈ ચૂક્યો છે. જેમાં રિટેલ રોકાણકારોને ઓફર કરવામાં આવેલા 141.75 કરોડના શેર્સ સામે 1,21 ગણી અર્થાત રૂ. 171.04 કરોડની અરજી સાથે રિટેલ પોર્શન ઓવર સબ્સ્ક્રાઈબ્ડ થઈ ચૂક્યો છે. એનઆઈઆઈ પોર્શન 66 ટકા ભરાયો છે. જ્યારે ક્યુઆઈબીએ હજી ખાતુ ખોલ્યુ નથી. સેન્કો ગોલ્ડ રૂ. 301થી 317ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 405 કરોડ એકત્ર કરવા માગે છે. જેનો માર્કેટ લોટ 47 શેર્સ છે. ઈશ્યૂ 6 જૂલાઈએ બંધ થશે. શેર એલોટમેન્ટ 11 જૂલાઈ અને લિસ્ટિંગ 14 જૂલાઈએ થશે. ગ્રે પ્રિમિયમઃ સેન્કો ગોલ્ડનું ગ્રે માર્કેટમાં રૂ. 125 પ્રિમિયમ બોલાઈ રહ્યું છે. જે ઈશ્યૂ પ્રાઈઝ 317 સામે 39 ટકા પ્રિમિયમ દર્શાવે છે. સેન્કો ગોલ્ડના IPO માટે ટોચના નવ બ્રોકર્સે અપ્લાય કરવા ભલામણ કરી છે. જેમાં બીપી ઈક્વિટીઝ, કેનેરા બેન્ક સિક્યુરિટીઝ, યુરેકા સ્ટોક, જિઓજીત સિક્યુરિટીઝ, સ્વસ્તિક ઈન્વેસ્ટમેન્ટ, અને SMIFS, રિલાયન્સ સિક્યુરિટીઝ સામેલ છે.
PKH વેન્ચરનો આઇપીઓ છેલ્લા દિવસે કુલ 0.65 ટકા જ ભરાયો
PKH વેન્ચરનો આઇપીઓ તા. 4 જુલાઇના રોજ છેલ્લા દિવસે કુલ 65 ટકા જ ભરાયો છે. જેમાં રિટેલ પોર્શન 00 ટકા ભરાવા સાથે મેનેજ થઇ ગયો હોવાનું ચર્ચાય છે.
કેટેગરી | કુલ ભરાયો (ગણો) |
ક્યુઆઇબી | 0.11 |
એનઆઇઆઇ | 1.67 |
રિટેલ | 0.99 |
કુલ | 0.65 |