– ફેડ રિઝર્વના નિરાશાજનક નિવેદન પાછળ વૈશ્વિક શેરબજારોમાં કાડાકો

– સેન્સેક્સમાં 861 પોઇન્ટ અને નિફ્ટીમાં 246 પોઇન્ટનું ગાબડું

– આઇટી, ટેકનોલોજી, રિયાલ્ટી, મેટલ્સ અને બેન્કિંગ શેર્સમાં બાકોરાં

– 56.87 ટકા ટ્રેડેડ શેર્સ નેગેટિવ ઝોનમાં રહેવા સાથે માર્કેટબ્રેડ્થ નેગેટિવ

– નિફ્ટી હવે ટેકનિકલી 71150 પોઇન્ટની સપાટી જાળવે તે અતિ જરૂરી

અમદાવાદઃ 26 ઓગસ્ટના રોજ યુએસ માર્કેટમાં જોવા મળેલી મંદીની ચાલના પગલે યુરોપ અને એશિયાઇ શેરબજારોમાં પણ વેચવાલીનું વાવાઝોડું ફરી વળતાં તેની અસર ભારતી શેરબજારો ઉપર પણ જોવા મળી હતી. જેમાં સેન્સેક્સ 861.25 પોઇન્ટના ગાબડાં સાથે 57972.62 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 246 પોઇન્ટના ઘટાડા સાથે 17500 પોઇન્ટની મહત્વની સાયકોલોજિકલ સપાટી તોડી 17312.90 પોઇન્ટ બંધ રહ્યો હતો.

BSE માર્કેટબ્રેડ્થ નેગેટીવ

કુલ ટ્રેડેડસુધર્યાઘટ્યા
370314032106
37.87%56.87%

સેન્સેક્સ પેકની સ્થિતિ

કુલ ટ્રેડેડસુધર્યાઘટ્યા
30+6-24

વિવિધ સેક્ટોરલ્સમાં સ્ટોક સ્પેસિફિક ચાલ

બેન્કીંગ- ફાઇનાન્સ, આઇટી- ટેકનોલોજી, મેટલ- રિયાલ્ટી સહિતના સેક્ટોરલ્સમાં 1થી 3.34 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે સ્મોલકેપ અને મિડકેપ્સમાં પણ અડધા ટકા ઉપરાંત ઘટાડાની ચાલ રહી હતી.

વૈશ્વિક શેરબજારોની સ્થિતિ એકનજરે

ઇન્ડેક્સછેલ્લો– ટકા
FTSE7427-0.70
CAC6200-1.19
DAX12849-0.95
NIKKEI22527879-2.66
HANGSENG20023-0.73
TAIWAN14926-2.31
SANGHAI3240+0.14

તેજીની ચાલમાં રૂકાવટના રોડાં નાંખતા 5 ફેક્ટર્સ

– ફેડ રિઝર્વના નિરાશાજનક નિવેદન પાછળ ગ્લોબલ ઇક્વિટીમાંથી ઇન્વેસ્ટર્સની એક્ઝિટ

– વૈશ્વિક શેરબજારોમાં ટેકનોલોજી શેર્સની આગેવાની હેઠળ 16 જૂન પછીનો સૌથી ખરાબ દિવસ

– ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડની કિંમતમાં ફરી ઉછાળાના સંકેતો બેરલદીઠ 100 ડોલરની સપાટીએ ફરી

– ડોલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે, ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન રૂપિયો 8.11ની સૌથી નીચી સપાટીએ

– જીડીપી, મન્થલી ઓટો, રિલાયન્સ એજીએમ સહિતની સંખ્યાબંધ ઇવેન્ટ્સ પૂર્વે સાવચેતીનો સૂર