અમદાવાદ

યુકેના નવા નાણા મંત્રીએ મંદીની ભીતિ અને વધતી મોંઘવારી વચ્ચે આર્થિક રાહતોની જાહેરાત કરતાં વૈશ્વિક બજારોમાં સુધારાનો માહોલ જોવા મળ્યો છે. ચીને પણ મીડિયમ ટર્મ રેટ સ્થિર રાખતા એશિયન બજારોમાં સુધારો નોંધાયો હતો. જેના સથવારે ભારતીય શેરબજારો પણ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. સેન્સેક્સ 491.01 પોઈન્ટ વધી 58410.98 અને નિફ્ટી 176.10 પોઈન્ટ સુધરી 17311.80 પર બંધ રહ્યો હતો. બંને બેન્ચમાર્કે સાયકોલોજિકલ સપાટી જાળવી રાખતાં રોકાણકારો આશાવાન બન્યા છે.

આ સેક્ટર્સના શેર્સ પર રાખો નજર

બેન્ક-ફાઈનાન્સઃ સેક્ટોરલ ઈન્ડેક્સમાં પાવર, ફાઈનાન્સ અને બેન્કેક્સમાં લેવાલીનું પ્રમાણ વધતાં 1થી 2 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. બેન્કો અને ફાઈનાન્સ કંપનીઓના ત્રિમાસિક પરિણામો પ્રોત્સાહક રહેવા ઉપરાંત ડિજિટલ બેન્કિંગને વેગ આપવાના પ્રયાસોને ધ્યાનમાં રાખતાં આ સેક્ટરની ફંડામેન્ટલી મજબૂત કંપની-બેન્કોના શેર્સમાં ખરીદી વધી છે. એસબીઆઈ, એચડીએફસી બેન્ક સહિતના શેર્સમાં તેજીનો અવકાશ છે.

ઓટોમોબાઈલઃ તહેવારોની સિઝનમાં ઓટોમોબાઈલ કંપનીઓ મોટાપાયે ખરીદી નોંધાવાની તેમજ ગત વર્ષની લો બેઝ ઈફેક્ટના કારણે આગામી ત્રિમાસિકમાં મજબૂત પ્રદર્શન કરશે. સેમીકંડક્ટરની અછત દૂર થવા ઉપરાંત સપ્લાયમાં સુધારો પીવી અને સીવી સેલ્સમાં વધારો કરી રહ્યા છે. તાતા મોટર્સના ઈવી સેલ્સ રેકોર્ડ સ્તરે વધી રહ્યા હોવાથી તેના પર નજર રાખી શકો છો. મારૂતિ, ટીવીએસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ ધ્યાનમાં લઈ શકાય.

MM, ESC, BAL, Maruti Suzuki (MSIL), Hero MotoCorp (HMCL), TVS Motor (TVSL), Ashok Leyland (AL), APTY, JK Tyre (JKT), CEAT, UNOMINDA, Bharat Forge (BHFC) and RK Forgings (RMKF)ના બીજા ત્રિમાસિકના પરિણામોમાં નફો વધવાની શક્યતા રિલાયન્સ સિક્યુરિટીઝે વ્યક્ત કરી છે.

પાવર-એનર્જીઃ પાવર અને એનર્જી સેગમેન્ટ ક્રૂડની મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. શોર્ટ ટર્મ ગ્રોથ નબળો પડી શકે છે. પરંતુ રિન્યુએબલ એનર્જી પર ફોકસ કરતી કંપનીઓને ધ્યાનમાં લઈ શકાય.

સુઝલોન ટોપ ગેઈનર

સ્ટોકબંધઉછાળો (ટકામાં)
SUZLON7.4611.34
IRB239.1510.67
APTUS332.6510.33
BLS319.9510.31
RAMASTEEL132.759.98