અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ ભારતીય શેરબજારો સળંગ સાત દિવસથી એકધારી મંદીનો સામનો કરી રહ્યા છે. જેમાં સેન્સેક્સ 2023 પોઇન્ટ ધ્વસ્ત થવા સાથે નિફ્ટીએ મહત્વની ટેકનિકલી 17400 પોઇન્ટની સપોર્ટ સપાટી પણ ગુમાવી છે. સ્મોલ- મિડ તેમજ લાર્જ કેપ્સમાં જોવા મળેલા સાર્વત્રિક વેચવાલીના માહોલમાં રોકાણકારો અવિશ્વાસના વાતાવરણ વચ્ચે ઘેરાયા છે. ટેકનિકલ નિષ્ણાતો એવી આગાહી કરી રહ્યા છે કે નિફ્ટી એકવાર 17000 પોઇન્ટની સપાટી નીચે ઉતરી જાય તો નવાઇ નહિં. વૈશ્વિક માર્કેટમાં ઇકોનોમિક, પોલિટિકલ તેમજ સેન્ટિમેન્ટ્સ ત્રણેય પરીબળો ખરડાયેલા હોવા ઉપરાંત સેન્ટ્રલ બેન્ક્સ દ્વારા સતત વ્યાજદરમાં વધારાની જાહેરાતોના કારણે એફપીઆઇ, એફઆઇઆઇ અને એચએનઆઇ ઇન્વેસ્ટર્સ ઇક્વિટીમાંથી એક્ઝિટ લઇ રહ્યા છે.

DateOpenHighLowClose
16/02/202361,566.2261,682.2561,196.7261,319.51
17/02/202360,993.5461,302.7260,810.6761,002.57
20/02/202361,112.8461,290.1960,607.0260,691.54
21/02/202360,770.4360,976.5960,583.7260,672.72
22/02/202360,391.8660,462.9059,681.5559,744.98
23/02/202359,777.6459,960.0459,406.3159,605.80
24/02/202359,859.4859,908.7759,325.3459,463.93
27/02/202359,331.3159,441.1358,937.6459,288.35

સોમવારે સપ્તાહની શરૂઆત દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 59,441.13 અને નીચામાં 58,937.64 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 175.58 પોઈન્ટ્સ ઘટીને 59288.35 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ઉપરમાં 17,451.60 અને નીચામાં 17,299.00 પોઈન્ટ્સની સપાટી વચ્ચે રમી છેલ્લે 73.10 પોઈન્ટ્સના ઘટાડા સાથે 17392.70 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

આઇટી, ટેકનો., ટેલિકોમ, ઓટો, એનર્જી શેર્સમાં વેચવાલીનો માહોલ

આજે આઈટી, ટેકનો, મેટલ, ટેલીકોમ, કેપિટલ ગૂડ્ઝ, પાવર, ઓટો, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, એનર્જી, ફાર્મા અને ઓઈલ-ગેસ સેક્ટર્સના શેર્સમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે રિયલ્ટી, બેન્ક અને ફાઈનાન્શિયલ સેક્ટર્સના શેરોમાં લેવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.79 ટકા અને 1.28 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

માર્કેટબ્રેડ્થ નેગેટિવ માર્કેટ સેન્ટિમેન્ટ તળીયે

વિગતકુલસુધર્યાઘટ્યા
BSE37359562593
SENSEX301911