અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ  ૩૨૯ દિવસમાં ૩૦૦ મિલીયન મેટ્રિક ટન કાર્ગોના પરિવહનનો આંક વટાવીને એક નવું સીમાચિહ્ન સ્થા૫વા સાથે ગયા વર્ષના ૩૫૪ દિવસના પોતાના કાર્ગો પરિવહનના સીમાસ્તંભને વટાવ્યો હોવાનું કંપનીના સીઈઓ અને પૂર્ણકાલીન ડાયરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, બંદરો પર પરિવહન થતા કાર્ગોના જથ્થામાં વધારો એ દેશની અર્થવ્યવસ્થામાં તેજી આવી રહી હોવાનો સંકેત છે. ભારતમાં લગભગ ૯૫% વેપારી જથ્થાનું પરિવહન દરિયાઈ માર્ગે થાય છે. APSEZના કન્ટેનર ટર્મિનલ્સ પર ૪% ની વૃદ્ધિ જોવા મળી છે. મુન્દ્રા પોર્ટે ચાલુ નાણાકીય વર્ષમાં ૧,૫૦૧ ખાતરની રેક (ટ્રેન) મોકલી હતી જેમાં કુલ ૪.૮ મિલીયન મેટ્રીક ટન કાર્ગો મોકલવામાં આવ્યો હતો. મુંદ્રા પોર્ટે રેકોર્ડ RO-RO નિકાસ નોંધાવી છે  જેમાં મોટાભાગે કંપનીના ગ્રાહક મારુતિ સુઝુકી ઈન્ડિયા લિ.ને કારણે ૧૮% નો વધારો થયો છે. ભારતના કેમિકલ હબની નજીક હોવાને કારણે હજીરા રાસાયણિક જથ્થામાં સતત વૃદ્ધિનું સાક્ષી રહ્યું છે. આ વર્ષે તેમાં ૧૬% વૃદ્ધિ જોવા મળી છે. મુન્દ્રા પોર્ટે એકલાએ ૩,૫૦૮ કોમર્શિયલ જહાજોનું સંચાલન કર્યું છે, જે દેશના સૌથી મોટા કન્ટેનર જહાજ APL Raffles અને સૌથી ઊંડા ડ્રાફ્ટ કન્ટેનર જહાજ MSC વોશિંગ્ટનને હોસ્ટ કરે છે. કૃષ્ણપટ્ટનમ બંદરે MV NS HAIRUN જેવા કેપસાઇઝ જહાજને હેન્ડલ કર્યું છે જે ૧૬૫,૧૦૦ MT આયર્ન ઓર વહન કરે છે અને ૧૭.૭૫ મીટરના પ્રસ્થાન ડ્રાફ્ટ ધરાવે છે.