અમદાવાદ, 15 જૂન: પેથોલોજી લેબોરેટરીઝની જાણીતી ચેઈન સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સે અમદાવાદ સ્થિત પેથોલોજી સેવાઓની વીઆઈપી લેબ્સનું હસ્તાંતરણની જાહેરાત કરી છે. સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સના એમડી રાજીવ શર્માએ જણાવ્યું હતું કે, આ અધિગ્રહણ અમને અમારી માર્કેટ હાજરીને વધુ મજબૂત કરવા, અમારા ગ્રાહક આધારને વિસ્તૃત કરવા અને અમદાવાદમાં અમારા વર્તમાન અને નવા ગ્રાહકોને અમારી સેવા પૂરી પાડવા માટે સક્ષમ બનાવશે. લેબ્સ પાસે NABL પ્રમાણપત્ર  ઉપરાંત ISO 9001:2015 માન્યતા પ્રાપ્ત છે. બાહ્ય ગુણવત્તા નિયંત્રણ માટે Bio-Rad USA, AIIMS નવી દિલ્હી અને CMC વેલ્લોર દ્વારા પ્રમાણિત છે.