મુંબઇ, 30 સપ્ટેમ્બરઃ સ્વિગી લિમિટેડે તેના આઈપીઓ માટે સેબીમાં તેનું યુડીઆરએચપી-1 ફાઇલ કર્યું છે. પબ્લિક ઇશ્યૂમાં રૂ. 3,750 કરોડ સુધીના ફ્રેશ ઇશ્યૂ તથા પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના 18,52,86,265 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

શેરધારકોના કરારની શરતોના અનુસંધાનમાં કંપની અને વેચાણકર્તા શેરધારકો બીઆરએલએમ સાથે ચર્ચા કરીને જરૂરી મંજૂરીઓ મળ્યાને આધીન આરઓસી સમક્ષ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યા પહેલા તેમના વિવેકાધીન ધોરણે રૂ. 750 કરોડ સુધીની રોકડ વિચારણા માટે લાગુ પડા કાયદા હેઠળ મંજૂરી અપાઈ શકે તેવા પ્રાઇવેટ પ્લેસમેન્ટ અથવા અન્ય કોઈ રૂટના પ્રકાર સહિત જણાવેલ સિક્યોરિટીઝ ઇશ્યૂ કરવા અંગે વિચારણા કરી શકે છે, જો હોય તો (“Pre-IPO Placement”). જો પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ હાથ ધરાય તો ફ્રેશ ઇશ્યૂની સાઇઝ આવા પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટની મર્યાદામાં ઘટાડવામાં આવશે જે આ ઓફર એસસીઆરઆરના નિયમ 19 (2) (બી)ના અનુપાલનને આધીન રહેશે.

કંપની ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો નીચેના કામો માટે ફંડિગ અર્થે ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે (1) તેના ચોક્કસ અથવા સંપૂર્ણ ઋણની સંપૂર્ણ અથવા આંશિક રીતે પુનઃચૂકવણી કે પૂર્વચૂકવણી માટે મટિરિયલ સબસિડિયરી Scootsyમાં રોકાણ માટે (2) મટિરિયલ સબસિડિયરી Scootsyમાં રોકાણ (અ) ડાર્ક સ્ટોર્સ ઊભા કરવા દ્વારા ક્વિક કોમર્સ સેગમેન્ટ માટે ડાર્ક સ્ટોર નેટવર્કના વિસ્તરણ કરવા માટે (બ) ડાર્ક સ્ટોર્સ માટે લીઝ કે લાયસન્સ પેમેન્ટ કરવા માટે (3) ટેક્નોલોજી અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ માટે (4) તમામ સેગમેન્ટ્સમાં બ્રાન્ડની જાગૃતતા તથા પ્લેટફોર્મની વિઝિબિલિટી વધારવા માટે બ્રાન્ડ માર્કેટિંગ અને બિઝનેસ પ્રમોશન ખર્ચ માટે (5) ન ઓળખેલા હસ્તાંતરણો દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથને ફંડિંગ માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)