20 વર્ષ પછી ટાટા જૂથની ટાટા ટેકનોલોજીસનો IPO: ગ્રે પ્રિમિયમમાં ગરમાવો, રૂ.300 આસપાસ
ટીસીએસના IPO બાદ ટાટા જૂથ ફરી પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશશે
Date : | 22-Nov to 24-Nov-2023 |
FV : | ₹2 |
Price : | ₹475 – ₹500 |
Market Lot : | 30 Shares |
App Amt : | ₹15,000 |
Size : | ₹3,042.51 Cr |
EMP : | 101.42 Cr |
Retail Form : | 615,264 |
HNI Small Form : | 6,278 |
HNI Big Form : | 12,556 |
QIB : | 50% |
NII : | 15% |
Retail : | 35% |
Listing At : | BSE, NSE |
Registrar : | Link Intime |
અમદાવાદ, 15 નવેમ્બર (અગાઉ પ્રગટ 27 જૂન): ટાટા જૂથની ટીસીએસના IPO પછી 19 વર્ષના વહાણા વિત્યા બાદ વધુ એક કંપની એટલેકે કે 18મી કંપની IPO મારફત શેરબજારો ઉપર લિસ્ટેડ થવા જઇ રહી છે. જેને સેબીની મંજૂરી મળી ગઇ છે. કંપનીએ માર્ચમાં સેબીમાં આઈપીઓ પેપર્સ ફાઈલ કર્યા હતા. આ ઈસ્યુ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) છે જેના હેઠળ વેચાણ કરતા શેરધારકો તેની ચૂકવણી કરેલ શેર મૂડીના 23.60%નું પ્રતિનિધિત્વ કરતા 9.57 કરોડ યુનિટ્સનું વેચાણ કરશે. અગાઉ જુલાઈ 2004માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નો આઈપીઓ લાવી હતી. જે દેશની ટોચની માર્કેટ કેપ ધરાવતી કંપનીમાં સામેલ છે. હાલ તેનું માર્કેટ કેપ 11.7 લાખ કરોડ છે.
ગ્રે માર્કેટમાં ટાટા ટેકનો.નું રૂ. 300 પ્રિમિયમ
ટાટા ગ્રૂપની લગભગ તમામ કંપનીઓએ આઈપીઓના લિસ્ટિંગથી માંડી અત્યારસુધી આકર્ષક રિટર્ન આપ્યું છે. જેના પગલે માર્ચમાં આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ થતાંની સાથે જ અનલિસ્ટેડ અને ગ્રે માર્કેટમાં ટાટા ટેક્નોલોજીસના શેરની બોલબાલા વધી છે. હાલ તેના શેર માટે રૂ. 300 પ્રિમિયમ ચાલી રહ્યા છે. 27 જૂનના રોજ આ સ્ટોરી જ્યારે પ્રગટ કરી ત્યારે પ્રિમિયમ રૂ. 100 આસપાસ બોલાતું હતું.
ટાટા ટેક્નોલોજીસ વિશેઃ ટાટા ટેક્નોલોજીસ એ પ્લે એન્જિનિયરિંગ સર્વિસ ફર્મ છે જે મેન્યુફેક્ચરિંગ ડેવલોપમેન્ટ અને ડિજિટલ એન્જિનિયરિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે જે મેન્યુફેક્ચરિંગ લેડ વર્ટિકલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મૂળરૂપે 1994માં કોર સોફ્ટવેર સિસ્ટમ્સ તરીકે સ્થાપિત કંપનીને ટાટા ગ્રૂપે હસ્તગત કરી હતી.તેનું નામ ફેબ્રુઆરી, 2001માં બદલી ટાટા ટેક્નોલોજીસ રાખવામાં આવ્યું હતું.
કંપનીમાં મેજર સ્ટેક હોલ્ડર્સ
કંપની | ટકા |
ટાટા મોટર્સ | 74.69 |
આલ્ફા ટીસી | 7.26 |
ટાટા કેપિટલ ગ્રોથ | 3.63 |
ટાટા મોટર્સ ફાઇ. | 2 |
ઝેડ્રા કોર્પોરેટ | 1.42 |
પેટ્રીક મેક્ગોલ્ડ્રીક | 1.23 |
IPOમાં કોણ કોણ ઓફલોડ કરશે શેર્સ
કંપની | ટકા |
ટાટા મોટર્સ | 20 |
આલ્ફા ટીસી | 2.4 |
ટાટા કેપિટલ ગ્રોથ | 1.2 |
IPO હેઠળ ટાટા મોટર્સ તેની પેટાકંપનીના 81,133,706 શેર વેચવા માંગે છે. કંપનીના અન્ય બે શેરધારકો – આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ I – પણ ઓફરમાં શેર વેચી રહ્યા છે.
કંપની તેની મોટાભાગની આવક ઓટોમોટિવ વર્ટિકલ (75% મિક્સ)માંથી મેળવે છે, જેમાં એન્કર ક્લાયન્ટ્સ ટાટા મોટર્સ અને જેગુઆર લેન્ડરોવર છે, જે મળીને કુલ આવકમાં 40% ફાળો આપે છે. કુશળતાના ક્ષેત્રોમાં મિકેનિકલ ડોમેનમાં પ્રોડક્ટ એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે, જ્યારે સૉફ્ટવેર અને એમ્બેડેડ એન્જિનિયરિંગ સેગમેન્ટ્સમાં ક્ષમતાઓ ઉમેરવામાં આવી રહી છે. KPIT ટેક, ટાટા એલ્ક્સી અને L&T ટેક સર્વિસિઝ તેના લિસ્ટેડ હરીફ બનશે. R&D સેવાઓ ઉપરાંત, કંપની ઉત્પાદનો અને શિક્ષણ વ્યવસાયો ચલાવે છે. ઉત્પાદનોના વ્યવસાયમાં મૂલ્ય-વર્ધિત સેવાઓ સાથે થર્ડ પાર્ટી સોફ્ટવેરનું પુનઃવેચાણ સામેલ છે જ્યારે શિક્ષણ વ્યવસાય માલિકીના iGetIT પ્લેટફોર્મ અને યોગ્યતા કેન્દ્રો દ્વારા ઉત્પાદન-સંબંધિત કૌશલ્યો માટે ‘ફિજીટલ’ શિક્ષણ ઉકેલો પ્રદાન કરે છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)