Tata Power એ રૂ. 1.2 લાખ કરોડની રોકાણ યોજના માટે રાજસ્થાન સરકાર સાથે MOU કર્યાં
1 ઓક્ટોબર, 2024: ટાટા પાવરે નવી દિલ્હીમાં ચાલી રહેલી રાઇઝિંગ રાજસ્થાન ઇન્વેસ્ટર મીટ દરમિયાન રાજસ્થાન સરકાર સાથે રૂ. 1.2 લાખ કરોડના રોકાણની યોજના સાથે સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યાંની જાહેરાત કરી છે. આ મહાત્વાકાંક્ષી 10 વર્ષીય યોજનાનો ઉદ્દેશ્ય રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં રોકાણ અને મેન્યુફેક્ચરિંગ, ટ્રાન્સમીશન, ડિસ્ટ્રિબ્યુશન, ન્યુક્લિઅર પાવર, રૂફટોપ ઇન્સ્ટોલેશન અને ઇવી ચાર્જિંગમાં રોકાણ સાથે રાજસ્થાનના પાવર સરપ્લસ, 24/7 સ્વચ્છ, વાજબી અને વિશ્વસનીય વીજ પુરવઠો ધરાવતા રાજ્યમાં પરિવર્તનને ટેકો આપવાનો છે. આ એમઓયુથી રાજસ્થાન દેશના સ્વચ્છ ઉર્જા પરિવર્તનના કેન્દ્રમાં આવશે તથા ભારતના ઉર્જા લક્ષ્યોમાં નોંધપાત્ર યોગદાન આપશે.
MOU ની વિશેષતાઓ:
- લગભગ રૂ. 1.2 લાખ કરોડનું રોકાણ, જેમાં લગભગ રૂ. 75,000 કરોડ રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ માટે સમર્પિત
- બિકાનેર, જેસલમેર, બાડમેર અને જોધપુરની આસપાસ 10,000 મેગાવોટ રિન્યૂએબલ એનર્જી ક્ષમતા (6,000 મેગાવોટ સોલર અને 4,000 મેગાવોટ હાઇબ્રિડ સહિત) વિકસિત કરાશે
- જોધપુરમાં રૂ. 2,000 કરોડના રોકાણ સાથે અદ્યતન 2,000 મેગાવોટ સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વિકસિત કરાશે, જે ભારતની ઘરેલુ ઉત્પાદન ક્ષમતાને મજબૂત કરશે
- ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા, ઉર્જા નુકશાન ઘટાડવા અને રાજ્યભરમાં ઉર્જા ગુણવત્તામાં સુધારો કરવા સ્ટેટ ટ્રાન્સમીશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશનમાં રોકાણ કરાશે. ડિસ્ટ્રિબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લગભગ રૂ. 20,000 કરોડ અને ટ્રાન્સમીશન સિસ્ટમ માટે રૂ. 10,000 કરોડનું રોકાણ કરાશે
- ન્યુક્લિઅર પાવર પ્લાન્ટ વિકસિત કરવા તકોની શોધ
- ઇ-મોબિલિટીમાં દેશના ટ્રાન્ઝિશનમાં રાજ્યને મહત્વપૂર્ણ રાજ્ય બનાવવા સમગ્ર રાજસ્થાનમાં 1 લાખ ઇવી ચાર્જિંગ પોઇન્ટ્સ સ્થાપિત કરવા રૂ. 1,000 કરોડના રોકાણની દરખાસ્ત
- પીએમ સૂર્ય ઘર યોજનાને સપોર્ટ કરવા 10 લાખ પરિવારો માટે રૂફટોપ સોલર પાવર
કંપનીએ રાજ્યમાં 1 ગીગાવોટ સોલર પ્રોજેક્ટ્સ અને 185 મેગાવોટ વિન્ડ પ્રોજેક્ટ્સ સાથે 130 મેગાવોટ રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન કાર્યરત કર્યાં છે.1 લાખથી વધુ ગ્રાહકોને વિશ્વસનીય અને કાર્યક્ષમ વીજ પુરવઠા સાથે સેવા આપે છે. તે રાજ્યમાંથી 7.7 ગીગાવોટ રિન્યૂએબલ પાવર માટે 340 કિમી બિકાનેર-નીમરાના ટ્રાન્સમિશન પ્રોજેક્ટનું પણ સંચાલન કરે છે. NTPC માટે નોખરામાં 300 મેગાવોટ સોલર પ્રોજેક્ટ, MSEDCL માટે પોખરણમાં 150 મેગાવોટ સોલર ઇપીસી પ્રોજેક્ટ તથા ટાટા પાવર ટ્રેડિંગ કંપની માટે બિકાનેરમાં 200 મેગાવોટ સોલર પ્રોજેક્ટ સામેલ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)