મુંબઈ, 2 જુલાઈ: રિસાયકલ પેપર-આધારિત કોટેડ ડુપ્લેક્સ બોર્ડ પ્રોડક્ટ્સના ઉત્પાદનના વ્યવસાય સાથે સંકળાયેલી કંપની થ્રી એમ પેપર બોર્ડ લિમિટેડ તેના એસએમઈ આઈપીઓ દ્વારા રૂ. 40 કરોડ સુધીની રકમ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને બીએસઈ લિમિટેડ (બીએસઈ એસએમઈ) ના એસએમઈ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. રૂ. 40 કરોડના આઈપીઓમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 57,72,000 ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે.

ઇશ્યૂ યોજવા માટેના મુખ્ય હેતુઓ

 ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો વિવિધ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે જેમ કે રૂ. 14 કરોડ પ્લાસ્ટિક-ફાયર્ડ લૉ-પ્રેશર્ડ બોઇલરની ખરીદી સહિત મૂડી ખર્ચ માટે ફાળવવામાં આવશે જે વીજળી પેદા કરવા માટે વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ કરશે અને વીજળીનો ખર્ચ નોંધપાત્ર પ્રમાણમાં બચાવશે. આ ઉપરાંત પ્રોડક્ટની ગુણવત્તા વધારવા માટે હોટ એન્ડ સોફ્ટ નિપ કેલેન્ડર્સ મેળવવામાં આવશે આ ફંડનો ઉપયોગ સ્ટોરેજ કેપેસિટી વધારવા માટે ફેક્ટરી બિલ્ડિંગના વિસ્તરણ માટે અને પ્રોડક્શનની ઝડપ વધારવા માટે શીટ કટર મેળવવા માટે પણ કરવામાં આવશે. રૂ. 10 કરોડ કાર્યશીલ મૂડી માટે તથા રૂ. 7 કરોડ લોનની ચૂકવણી કરવા માટે ફઆળવવામાં આવશે. બાકીના ફંડનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે અને ઇશ્યૂને લગતા ખર્ચ માટે કરવામાં આવશે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ

Hitendra D Shah, Chairman

કંપની દ્વારા ઉત્પાદિત કોટેડ ડુપ્લેક્સ બોર્ડ્સ 100 ટકા રિસાયકલ કરેલા વેસ્ટપેપરમાંથી બનાવવામાં આવે છે અને તે સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ છે, જે તેમને વિવિધ એફએમસીજી અને ફાર્માસ્યુટિકલ સામાનના પેકેજિંગ માટે ઇકો-ફ્રેન્ડલી પસંદગી બનાવે છે. કમ્ફર્ટ સિક્યોરિટીઝ લિમિટેડ ઇશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર છે. થ્રી એમ પેપર બોર્ડ્સ લિમિટેડ (અગાઉ થ્રી એમ પેપર બોર્ડ્સ પ્રાઈવેટ લિમિટેડ અને થ્રી એમ પેપર મેન્યુફેક્ચરિંગ કંપની પ્રાઈવેટ લિમિટેડ તરીકે ઓળખાતી હતી)ની સ્થાપના 1989માં થઈ હતી. તે રિસાયકલ પેપર-આધારિત 200થી 500 જીએસએમની રેન્જના ડુપ્લેક્સ બોર્ડ પ્રોડક્ટ્સના ઉત્પાદનના વ્યવસાયમાં સંકળાયેલી ISO-9001 પ્રમાણિત કંપનીઓમાંની એક છે. આ બોર્ડ પ્રોડક્ટ્સનો ઉપયોગ ખાદ્ય ફૂડ અને બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ્સ, કોસ્મેટિક્સ અને કન્ઝ્યુમર ગુડ્સ જેવા ઉદ્યોગોમાં વિવિધ પેકેજિંગ કામગીરી માટે થાય છે.

Rushabh H Shah, MD

કંપની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેના ઉચ્ચ-ગુણવત્તાવાળા ડુપ્લેક્સ બોર્ડ પેપર પ્રોડક્ટ્સ સપ્લાય કરે છે. કંપનીની પ્રોડક્ટ્સ 100 ટકા રિસાયકલ કરેલા વેસ્ટ પેપરમાંથી બનેલી છે અને તે સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ છે. મહારાષ્ટ્રના ચિપલુનમાં કંપનીની ઉત્પાદન સુવિધા 30 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે, જે 4 મેગાવોટ કેપ્ટિવ પાવર પ્લાન્ટ સાથે વાર્ષિક 72,000 ટન (ટીપીએ) સ્થાપિત ક્ષમતા ધરાવે છે અને તે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. કંપની વિશ્વભરના પેકેજિંગ ક્ષેત્રોમાં ઉચ્ચ ગુણવત્તાની પ્રિન્ટ જોબ માટે દેશભરમાં 25થી વધુ ડીલરોના વિશાળ નેટવર્ક સાથે અને 15થી વધુ દેશોમાં નિકાસ કામગીરી ધરાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)