ત્રિધ્યા ટેક.નો આકર્ષક SME IPO આજથીઃ પ્રાઇસબેન્ડઃ રૂ. 35-42
ગ્રે માર્કેટમાં પ્રિમિયમ વધી રૂ. 8 આસપાસ બોલાયું
ત્રિધ્યા ટેકઃ આઇપીઓ વિગતો એટ એ ગ્લાન્સ
ખુલશે | 30 જૂન |
બંધ થશે | 5 જુલાઇ |
લિસ્ટિંગ તા. | 13 જુલાઇ |
ફેસ વેલ્યૂ | રૂ. 10 |
પ્રાઇસબેન્ડ | રૂ. 35-42 |
લોટ સાઇઝ | 3000 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 6,288,000 શેર્સ |
કુલ ઇશ્યૂ સાઇઝ | રૂ. 26.41 કરોડ |
લિસ્ટિંગ | એનએસઇ ઇમર્જ |
અમદાવાદ, 30 જૂન: અમદાવાદ સ્થિત અગ્રણી સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની ત્રિધ્યા ટેક લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 26.41 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઇશ્યૂ આજથી ખુલ્લો મૂકાયો છે. જે તા. 5 જુલાઇએ બંધ થશે.
ઇશ્યૂના હેતુઓ
અસુરક્ષિત અને સુરક્ષિત લોનની પુનઃચૂકવણી તથા કંપનીની વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે સામાન્ય કોર્પોરેટ હેતુઓ અર્થે
લિસ્ટિંગ
આઈપીઓ બાદ કંપનીના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જના એસએમઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.
ઇશ્યૂ લીડ મેનેજર
ઇન્ટરેક્ટિવ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ
આઇપીઓ ડિટેઇલ એટ એ ગ્લાન્સ
કંપનીના મહત્વના ક્લાયન્ટ્સ
ઇન્સ્યોરન્સ | એબી સનલાઇફ, કોટક, મેગ્મા, સોમ્પો, મેક્સ લાઇફ |
ઓટોમોબાઇલ | મહિન્દ્રા ટેક્ટર, પીજો મોટર્સ, ઓટિક્સ ઓટો |
ઇકોમર્સમાં | 100થી વધુ ક્લાયન્ટસ |
એનર્જી | પ્યુમા એનર્જી, સિંગાપોર |
આઈપીઓમાં શેર દીઠ રૂ. 35-42ના પ્રાઇસ બેન્ડ (ઇક્વિટી શેર દીઠ રૂ. 25-32ના પ્રીમિયમ સહિત) પર રૂ. 10 ફેસ વેલ્યુના 62.88 લાખ ઇક્વિટી શેરના નવા ઇશ્યૂનો સમાવેશ થાય છે.
કંપની પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 26.41 કરોડ સુધી એકત્ર કરવાની યોજના ધરાવે છે.
અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 3,000 શેર છે જેનું મૂલ્ય અરજી દીઠ લઘુત્તમ અરજી રકમ રૂ. 1.05 – રૂ. 1.2 લાખ જેટલું થાય છે.
આઈપીઓના ભાગ રૂપે રિટેલ રોકાણકાર અને એચએનઆઈ ક્વોટા અનુક્રમે ઇશ્યૂના મહત્તમ 35% અને 15% રાખવામાં આવે છે જ્યારે ક્યુઆઈબી ક્વોટા ઇશ્યૂના મહત્તમ 50% પર રાખવામાં આવે છે.
માર્કેટ મેકર રિઝર્વેશન ભાગ 3,15,000 ઇક્વિટી શેર છે.
કંપનીની નાણાંકીય કામગીરી એટ એ ગ્લાન્સ
વર્ષોથી નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે, જે નોંધપાત્ર વૃદ્ધિ અને સ્થિરતા દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2021-22 માટે કંપનીએ કુલ રૂ. 14.07 કરોડની આવક અને રૂ. 3.39 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ડિસેમ્બર 2022 ના રોજ પૂરા થયેલા નવ મહિના માટે, કંપનીએ કુલ રૂ. 15.08 કરોડની આવક નોંધાવી હતી અને રૂ. 2.85 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. ડિસેમ્બર 2022 સુધીમાં કંપનીની નેટ વર્થ રૂ. 20.30 કરોડ, કુલ સંપત્તિ રૂ. 59.69 કરોડ અને અનામત અને સરપ્લસ રૂ. 18.60 કરોડ છે.
Period | Total Assets | Revenue | PATax | Net Worth | Reserves | Borrowing |
31-Mar-22 | 2,548.77 | 1,407.48 | 339.46 | 1,457.98 | 1,309.84 | 705.46 |
31-Dec-22 | 5,969.66 | 1,507.92 | 284.97 | 2,030.66 | 1,860.35 | 3,090.04 |
પ્રમોટર ગ્રૂપ હોલ્ડિંગ એટ એ ગ્લાન્સ
પ્રમોટર ગ્રૂપ શેરહોલ્ડિંગ ઇશ્યૂ પહેલાં 80.8% છે જે ઇશ્યૂ પછી 58.98% હશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)