લિસ્ટિંગ અંગે નિષ્ણાતોમાં અવઢવની સ્થિતિ

ઉમા એક્સપોર્ટનો આઇપીઓ ગુરુવારે લિસ્ટેડ થઇ રહ્યો છે. મોટાભાગના નિષ્ણાતો એવી આગાહી કરી રહ્યા છે કે, લિસ્ટિંગમાં રોકાણકારોએ સાવચેતી રાખવી જરૂરી રહેશે. IPO માટે અપેક્ષિત સબસ્ક્રિપ્શનની ઓછી માંગ તેમજ નાના કદનો આઇપીઓ હોવા ઉપરાંત ગ્રે માર્કેટમાં પણ આઇપીઓ માટે ખાસ રસ જોવા મળ્યો નહિં હોવાના કારણે નિષ્ણાતો નિરાશાવાદી સૂર વ્યક્ત કરી રહ્યા છે. ગુરુવારે લિસ્ટિંગ કદાચ નેગેટિવ ખૂલે તેવી પણ દહેશત સેવાઇ રહી છે. કંપનીએ 28-30 માર્ચ, 2022 દરમિયાન યોજાયેલા આઇપીઓમાં 7.67 ગણું સબસ્ક્રીપ્શન મેળવ્યું હતું. કંપનીએ શેરદીઠ રૂ. 65-67ની પ્રાઇસ બેન્ડ રાખી હતી.