ક્રેડિટ કાર્ડ વાપરો અને ડિસ્કાઉન્ટ, રિવોર્ડ પોઇન્ટ્સ, કેશબેકની કમાણી કરો
ક્રેડિટ કાર્ડ એટલે તગડું વ્યાજ પડાવતા આધુનિક શરાફ એવી સામાન્ય છાપ પ્રવર્તતી હોય છે. પરંતુ જો તેનો સિસ્ટેમેટિક ઉપયોગ કરતાં આવડે તો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પણ પૈસા કમાઇ શકો છો. ખાસ કરીને બેન્કો- કંપનીઓ અને ક્રેડિટ કાર્ડ વચ્ચે એક ટાઇઅપ થયેલું હોય છે. તે અનુસાર તહેવારોની સિઝન, સ્પેશિયલ લોન્ચ- નવી ઓફર્સ સમયે ક્રેડિટ કાર્ડથી ખરીદી કરનારાઓને બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરાતું હોય છે. ઘણી વાર ઉત્પાદક કંપની ક્રેડિટકાર્ડ ડિસ્કાઉન્ટ પોતાના તરફથી પણ ડિસ્કાઉન્ટ આપતી હોવાના કારણે જે ચીજ રૂ. 100ની ખરીદ કિંમત ધરાવતી હોય તેની પડતર સાવ 50 ટકા સુધી ઘટી જતી હોય છે.
જો તમે પણ ક્રેડિટ કાર્ડનો મહત્તમ ઉપયોગ કરવા ઇચ્છતાં હોય તો આ આર્ટિકલ તમારા માટે થોડોઘણો પણ કામ લાગી શકશે.
કંપનીઓ ઘણીવાર બેન્કો, ક્રેડિટકાર્ડ ઇશ્યૂઅર્સ સાથે ટાઇઅપ કરીને કેશબેક, ડિસ્કાઉન્ટ, રિવોર્ડ પોઇન્ટ્સ સાગમટે ઓફર કરતી હોય છે. દાખલા તરીકે રૂ. 10000ની વસ્તુ તમે જો બજારમાંથી ખરીદો અને તેની ઉપર 5 ટકા ડિસ્કાઉન્ટ મળતું હોય તો તે વસ્તુની કિંમત રૂ. 9000 થશે. પરંતુ તેની ખરીદી ક્રેડિટ કાર્ડ ઉપર કરો તો ક્રેડિટકાર્ડ તમને વધુ 10 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરશે.
ક્રેડિટ સાયકલ શરૂ થાય તે સમયે ખરીદી કરો
તમારી ખરીદી તમારી ક્રેડિટ સાયકલ શરૂ થતી હોય તેને ધ્યાનમાં રાખીને કરશો. તેનાથી તમને ક્રેડિટ કાર્ડ સાથેનું આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ સેટલ કરવામાં ઓછામાં ઓછો 30 દિવસનો સમય મળી જશે. પરંતુ ધ્યાન એ રહે કે સમયમર્યાદામાં ક્રેડિટકાર્ડના ડ્યૂ ચૂકવી દેશો. નહિં તો પેનલ્ટી- લેટ ચાર્જિસ વગેરેના કારણે ઘાટ કરતાં ઘડામણ મોંઘુ થશે.
રિવોર્ડ પોઇન્ટ્સનો ઉપયોગ કરો
તમે ક્રેડિટ કાર્ડ ઉપર ખરીદી કરો છો ત્યારે તમારા એકાઉન્ટમાં રિવોર્ડ પોઇન્ટ્સ જમા થતાં હોય છે. તેનો રેકોર્ડ રાખીને તમે ખરીદીનું પાર્ટ પેમેન્ટ કરવા માટે અથવા તો કેશ બેક માટે પણ ઉપયોગ કરી શકો છો.
ક્રેડિટ કાર્ડ ખરીદી ઉપર નો- કેશ ઇએમઆઇનો લાભ મેળવો
નો-કોસ્ટ ઇએમઆઇ અથવા ઝીરો ઇન્ટરેસ્ટ ઇએમઆઇ એ ખૂબજ પ્રચલિત પેમેન્ટ ફેસેલિટી છે. જે તમે તમારી ખરીદીની ચૂકવણી ઇન્ટરેસ્ટ ફ્રી ઇન્સ્ટોલમેન્ટ્સમાં ચૂકવી શકો છે. ખાસ કરીને ઊંચી કિંમતની ચીજ- વસ્તુઓની ખરીદી માટે તમે આ વ્યવસ્થાનો ઉપયોગ કરી શકો છો.
મહત્તમ રિવોર્ડ્સ ઓફર કરતાં ક્રેડિટ કાર્ડ વાપરો
ક્રેડિટ કાર્ડ ઉપર રિવોર્ડ પોઇન્ટ્સ એ સૌથી પ્રચલિત બેનિફિટ છે. જે તમારી બચત વધારી શકે છે. તમે જે રિવોર્ડ પોઇન્ટ્સ કમાવ છો તે તમે કયું કાર્ડ વાપરો છો તેના ઉપર આધારીત હોય છે. માટે એવાં ક્રેડિટ કાર્ડની પસંદગી કરો જે મહત્તમ રિવોર્ડ પોઇન્ટ્સ ઓફર કરતાં હોય.
તહેવારોની મોસમમાં ક્રેડિટકાર્ડ સેવિંગ માટેનું અમોઘ શસ્ત્ર
ખાસ કરીને તહેવારોની મોસમ દરમિયાન ઉત્પાદક કંપનીઓ, માર્કેટિંગ કંપનીઓ, ક્રેડિટ કાર્ડ્સ અને બેન્કર્સ આકર્ષક ઓફર્સ લઇને આવતાં હોય છએ. જેમાં તમે મેક્સિમમ ડિસ્કાઉન્ટ્સ અને રિવોર્ડ પોઇન્ટ્સ મેળવી શકો છો. પરંતુ તે પહેલા એક વાત ધ્યાનમાં રહે કે, તમારી એલોટેડ ક્રેડિટ લિમિટથી ઉપર જશો નહિં. જો તમારી પાસે એકથી વધુ ક્રેડિટ કાર્ડ્સ હોય તો તમારી ખરીદી કિંમતને સ્પ્રેડઆઉટ કરીને તમારી ક્રેડિટ લિમિટ જાળવી રાખો. બીજું કે, ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો (સીયુઆર) 30 ટકાના સ્તરે જાળવી રાખો. સીયુઆર એ તમારી કુલ એલોટેડ ક્રેડિટ લિમિટ સામે વપરાતી કુલ ક્રેડિટ લિમિટનો હિસ્સો હોય છે. તેથી જો વધુ પડતો સીયુઆર હશે તો તમારી છાપ ક્રેડિટ કાર્ડ કંપની ઉપર નેગેટિવ પડી શકે છે.