UTI મ્યુચ્યુઅલ ફંડ: UTI નિફ્ટી મિડસ્મોલકેપ 400 મોમેન્ટમ ક્વોલિટી 100 ઇન્ડેક્સ ફંડ અને UTI નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યા
અમદાવાદ, 31 જાન્યુઆરીઃ UTI મ્યુચ્યુઅલ ફંડે (UTI MF) બે નવા ઇન્ડેક્સ ફંડના લોન્ચની જાહેરાત કરી છે: UTI નિફ્ટી મિડસ્મોલકેપ 400 મોમેન્ટમ ક્વોલિટી 100 ઇન્ડેક્સ ફંડ (નિફ્ટી મિડસ્મોલકેપ 400 મોમેન્ટમ ક્વોલિટી 100 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI)ને રેપ્લિકેટ/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ) અને UTI નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ ફંડ (નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI)ને રેપ્લિકેટ/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ)
UTI નિફ્ટી મિડસ્મોલકેપ 400 મોમેન્ટમ ક્વોલિટી 100 ઇન્ડેક્સ ફંડઃ આ સ્કીમ ઇન્ડેક્સ ફંડ સ્ટ્રક્ચર સાથે UTIના પ્રથમ મલ્ટી-કેપ અને મલ્ટી-ફેક્ટર ઇન્ડેક્સ ફંડવાળી ઉદ્યોગમાં તેના પ્રકારની પ્રથમ ઓફર છે અને તેના ઇન્ડેક્સ ફંડ ઓફરિંગમાં એક નવો ઉમેરો છે. આ ઓપન-એન્ડેડ સ્કીમ નિફ્ટી મિડસ્મોલકેપ 400 મોમેન્ટમ ક્વોલિટી 100 TRIના ધોરણે તૈયાર થઈ છે. આ યોજનાનું સંયોજન રોકાણકારોને એક જ ફંડમાં બે ફેક્ટર સ્ટ્રેટેજીસના સંયોજન, મિડ-સ્મોલ કેપ સેગમેન્ટમાં પ્રમાણમાં વૃદ્ધિની સારી સંભાવના અને ગુણવત્તા ધરાવતી કંપનીઓમાં રોકાણનો લાભ પૂરો પાડે છે અને પોર્ટફોલિયોમાં સ્ટાઇલ ડાયવર્સિફિકેશન લાવે છે. આ નીચી કિંમતનું ઇન્ડેક્સ ફંડ છે જે ટ્રેકિંગની ક્ષતિને ઘટાડીને જેતે ઇન્ડેક્સના વળતરની સમકક્ષ વળતર આપવાનો પ્રયાસ કરશે.
મુખ્ય લાક્ષણિકતાઓ:
NFO સમયગાળો: 28મી જાન્યુઆરી 2025 થી 10મી ફેબ્રુઆરી 2025 | ફંડ મેનેજર: શર્વન કુમાર ગોયલ, હેડ – પેસિવ, આર્બિટ્રેજ અને ક્વોન્ટ સ્ટ્રેટેજીઝ |
બેન્ચમાર્ક: નિફ્ટી મિડસ્મોલકેપ 400 મોમેન્ટમ ક્વોલિટી 100 TRI | લઘુત્તમ રોકાણ: લઘુત્તમ પ્રારંભિક રોકાણ ₹1,000 છે અને ત્યારબાદ ₹1 ના ગુણાંકમાં |
પ્લાન અને વિકલ્પો: રેગ્યુલર અને ડાયરેક્ટ પ્લાન – ફક્ત ગ્રોથનો વિકલ્પ આપે છે | લોડ સ્ટ્રક્ચર: કોઈ એન્ટ્રી અથવા એક્ઝિટ લોડ નહીં |
UTI નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ ફંડઃ આ ફંડ મેન્યુફેક્ચર સેગમેન્ટની કંપનીઓમાં પૂર્વ નિર્ધારિત અને શિસ્તબદ્ધ રીતે રોકાણ કરે છે. આ એક ઓપન-એન્ડેડ સ્કીમ છે જે નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ TRIને રેપ્લિકેટ/ટ્રેક કરે છે. UTI નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ ફંડ રોકાણકારોને ભારતમાં મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગની મજબૂત વૃદ્ધિ સંભાવનાનો લાભ લેવા માટે એક અનોખી તક આપશે. ઇન્ડેક્સ ફંડની રણનીતિ પોર્ટફોલિયોમાં નિયમિત ફેરફાર દ્વારા ટ્રેકિંગની ક્ષતિને શક્ય તેટલી ઘટાડવા પર ધ્યાન આપશે, જેમાં ઇન્ડેક્સમાં શેરોના હિસ્સા (વેઇટ)માં ફેરફાર તેમજ સ્કીમમાં વધારાના કલેક્શન/રિડેમ્પશનને ધ્યાનમાં લેવાશે.
મુખ્ય લાક્ષણિકતાઓ:
NFO સમયગાળો: 28 જાન્યુઆરી 2025 થી 10 ફેબ્રુઆરી 2025 | ફંડ મેનેજર: શર્વન કુમાર ગોયલ, હેડ – પેસિવ, આર્બિટ્રેજ અને ક્વોન્ટ સ્ટ્રેટેજીઝ |
બેન્ચમાર્ક: નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ TRI | ન્યૂનતમ રોકાણ: ન્યૂનતમ પ્રારંભિક રોકાણ ₹1,000 છે અને ત્યારબાદ ₹1 ના ગુણાંકમાં |
યોજનાઓ અને વિકલ્પો: નિયમિત યોજના અને ડાયરેક્ટ પ્લાન – ફક્ત વૃદ્ધિ વિકલ્પ ઓફર કરે છે | લોડ સ્ટ્રક્ચર: કોઈ પ્રવેશ અથવા એક્ઝિટ લોડ નહીં |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)