Vodafone Ideaના બાકી દેવાને ઈક્વિટીમાં કન્વર્ટ કરવા મંજૂરી, સરકારનો હિસ્સો વધી 30 ટકા થશે
મુંબઈ
ભારતના કેપિટલ માર્કેટ રેગ્યુલેટરે ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાના $1.92 અબજથી વધુના બાકી દેવાંને ઈક્વિટીમાં કન્વર્ટ કરવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી હતી, ગયા વર્ષે, ભારતે દેવાના બોજા હેઠળ દબાયેલી ટેલિકોમ કંપનીઓ માટે બચાવ પેકેજ મંજૂર કર્યું હતું, જેમાં સરકારને બાકી રહેલ વિલંબિત એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ પરના વ્યાજને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપી હતી. ભારતી એરટેલ અને Jio સહિત વોડાફોન આઈડિયા માટે સરકારી પેકેજ જારી કરવામાં આવ્યું હતું. જે નાદારીના આરે ઉભેલી વોડાફોન આઈડિયાને જીવંત દાન મળ્યુ હતું.
માર્કેટ રેગ્યુલેટર સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)એ સરકારને ફાઈનાન્સિયલ ઈન્વેસ્ટર તરીકે આવવાની સરકારની દરખાસ્તને મંજૂરી આપી છે. આ અંગે ટેલિકોમ મંત્રાલયને જાણ કરવામાં આવી છે.
ઈક્વિટીમાં રૂપાંતરણ બાદ વોડફોનમાં સરકારનો હિસ્સો 30 ટકાથી વધવાની સાથે યુકેના વોડાફોન ગ્રૂપ અને આદિત્ય બિરલા ગ્રૂપ સાથે કંપનીમાં સૌથી મોટા શેરધારકોમાં સામેલ થશે. સેબીએ વોડાફોન આઈડિયામાં તેના શેરહોલ્ડિંગને પબ્લિક ફ્લોટ તરીકે વર્ગીકૃત કરવાની સરકારની અરજીને પણ મંજૂરી આપી છે.
માર્કેટ રેગ્યુલેટરની માર્ગદર્શિકા મુજબ, માત્ર 10% સુધીનો હિસ્સો પબ્લિક શેરહોલ્ડિંગ તરીકે વર્ગીકૃત કરી શકાય છે. નાણા અને ટેલિકોમ મંત્રાલયો, સેબી અને વોડાફોન આઈડિયાએ આ મામલે હાલ કોઈ સ્પષ્ટતા આપી નથી. એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સરકાર ટેલિકોમ ઓપરેટરમાં તેનો હિસ્સો વેચી દેશે.
વોડા-આઈડિયાનો શેર 0.60 ટકા વધ્યો
બીએસઈ ખાતે આજે વોડા-આઈડિયાનો શેર 0.60 ટકા વધી 8.57 પર બંધ રહ્યો હતો.ઈન્ટ્રા ડે 8.65ની ટોચ અને 8.45ની બોટમ બનાવી હતી. વાર્ષિક 16.79ની ટોચેથી ભાવ અડધો થયો છે.