અમદાવાદ, 4 જૂનઃ વર્લ્ડ અને ઇન્ડિયન ઇકોનોમિક કેલેન્ડર અનુસાર 5 જૂનના રોજ ચીન, ભારત, યુરોપ, યુએસ અને યુકેના સર્વિસ સેક્ટર્સના ડેટા ડિકલેર થશે. તેની માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર મિક્સ અસર જોવા મળે તેવી સંભાવના છે. મંગળવારે યુરોપના રિટેલ વેચાણના આંકડાઓ અને બુધવારે ચીન આયાત નિકાસ અને ટ્રેડ બેલેન્સના આંકડા જાહેર કરશે. સૌથી મહત્વની વાત એ છે કે, ગુરુવારે તા. 8 જૂનના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની નાણા નીતિની બેઠકનો નિર્ણય જાહેર થશે. ખાસ કરીને વ્યાજદર મુદ્દે તેમજ આરબીઆઇના ઇકોનોમિક અંદાજો ઉપર માર્કેટનો મોટો મદાર રહેશે.