વર્લ્ડ સ્પાઇસ ઓર્ગેનાઇઝેશને નેશનલ સ્પાઇસ કોન્ફરન્સ 2024ની ત્રીજી એડિશનનું સમાપન કર્યું
અમદાવાદ, 26 નવેમ્બર, 2024: ઓલ ઈન્ડિયા સ્પાઇસીસ એક્સપોર્ટર્સ ફોરમની બિન-નફાકારી ટેક્નિકલ પાર્ટનર વર્લ્ડ સ્પાઇસ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએસઓ) મસાલા ઉદ્યોગમાં ખાદ્યાન્ન સુરક્ષા અને ટકાઉપણાને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. તાજેતરમાં જ આ સંસ્થાને નેશનલ સ્પાઇસ કોન્ફરન્સ (એનએસસી) 2024ની ત્રીજી આવૃત્તિનું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નોંધપાત્ર સંખ્યામાં ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મસાલા ક્ષેત્રના વિવિધ હિસ્સેદારોએ મોટાપાયે ભાગ લીધો હતો. “Sustainable Spices Supply Chain – Way Forward” થીમ હેઠળની આ વર્ષની કોન્ફરન્સમાં ટકાઉ પ્રથાઓ થકી સપ્લાય ચેઇનની સ્થિતિસ્થાપકતા વધારવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં 150થી વધુ ખેડૂતો સહિત 400 ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. મસાલાની નિકાસો 2023-24માં કૃષિ નિકાસોમાં લગભગ 9.13 ટકાનો હિસ્સો ધરાવે છે
કૃષિ પ્રથાઓમાં ટેક્નોલોજીને સંકલિત કરવા અંગેના સેશનમાં ભારત રોહન એરબોર્ન ઇનોવેશન્સના સીઈઓ શ્રી અમરદીપ પનવારે આંતરદ્રષ્ટિ રજૂ કરી હતી કે કેવી રીતે સ્થાનિક ખેતીની પદ્ધતિઓમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદકતા વધારાઈ રહી છે અને પર્યાવરણીય અસરો ઘટાડાઈ રહી છે. આ ચર્ચાઓએ મસાલા ક્ષેત્રને નવેસરથી આકાર આપવામાં સુધારા અંગેનો વ્યાપક પરિપ્રેક્ષ્ય પૂરો પાડ્યો હતો.
આ કોન્ફરન્સમાં નેશનલ સસ્ટેનેબલ સ્પાઇસ પ્રોગ્રામ (એનએસએસપી) સાથે જોડાયેલા 35,000થી વધુ ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ ખેત પેદાશ સંગઠનો (એફપીઓ) અને એનજીઓએ ભાગ લીધો હતો. એનએસએસપી એ ડબ્લ્યુએસઓની મુખ્ય પહેલ છે જે અન્ન-સુરક્ષા અને ટકાઉ મસાલાના વાવેતરની પ્રથાઓને પ્રોત્સાહન આપે છે અને ખેડૂત સમૂહો માટે માર્કેટ એક્સેસ સપોર્ટ પૂરો પાડે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)