એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે મિડકેપ 50 ઇન્ડેક્સ ફંડ પ્રસ્તુત કર્યું
મુખ્ય બાબતો: કેટેગરી: ઓપન એન્ડેડ ઇન્ડેક્સ ફંડ, જે નિફ્ટી મિડકેપ 50 ઇન્ડેક્સને ટ્રેક કરે છે બેન્ચમાર્ક: નિફ્ટી મિડકેપ 50 ઇન્ડેક્સ TRI ફંડ મેનેજર: જિનેશ ગોપાની, હેડ-ઇક્વિટી એનએફઓ ખુલવાની તારીખ: 10 માર્ચ, 2022 એનએફઓ બંધ થવાની તારીખ: 21 માર્ચ, 2022 એપ્લિકેશનની લઘુતમ રકમ: રૂ. 5,000 અને પછી રૂ. 1/-ના ગુણાંકમાં એક્ઝિટ લોડ: જો ફાળવણની તારીખથી 7 દિવસની અંદર રીડિમ કે સ્વિચ આઉટ કરવામાં આવે તોઃ 1% છે જો ફાળવણીની તારીખથી 7 દિવસ પછી રીડિમ કે સ્વિચ આઉટ કરવામાં આવે તોઃ Nil છે |
ભારતમાં સૌથી અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ પૈકીની એક એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે આજે એક્સિસ નિફ્ટી મિડકેપ 50 ઇન્ડેક્સ ફંડ (ઓપન એન્ડેડ ઇન્ડેક્સ ફંડ, જે નિફ્ટી મિડકેપ 50 ઇન્ડેક્સને ટ્રેક કરે છે) પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. ઇક્વિટી-હેડ જિનેશ ગોપાની દ્વારા મેનેજ થતું આ ફંડ નિફ્ટી મિડકેપ 50 ઇન્ડેક્સ TRI ટ્રેક કરશે. એનએફઓ સબસ્ક્રિપ્શન માટે 10 માર્ચ, 2022ના રોજ ખુલશે અને 21 માર્ચ, 2022ના રોજ બંધ થશે. એપ્લિકેશન કરવા લઘુતમ રકમ રૂ. 5,000 છે અને પછી રૂ. 1ના ગુણાંકમાં રોકાણ થઈ શકશે.
એક્ઝિટ લોડનો ઉલ્લેખ નીચે કર્યો છેઃ
- જો ફાળવણની તારીખથી 7 દિવસની અંદર રીડિમ કે સ્વિચ આઉટ કરવામાં આવે તોઃ 1% છે
- જો ફાળવણીની તારીખથી 7 દિવસ પછી રીડિમ કે સ્વિચ આઉટ કરવામાં આવે તોઃ Nil છે
નિફ્ટી મિડકેપ 50 ઇન્ડેક્સ
ભારત સતત વિકાસના તબક્કામાં છે, જ્યાં વિવિધ વિકસતી કંપનીઓએ વૃદ્ધિ માટે સંભવિતતા પ્રદર્શિત કરી છે. સ્થાપિક ટ્રેક રેકોર્ડ ઉપરાંત આ કંપનીઓ ફ્લેક્સિબલ છે, જે ઉચિત મિડકેપની પસંદગી કરવા રોકાણકારો માટે એને મહત્વપૂર્ણ બનાવે છે. નિફ્ટી મિડકેપ 50 ઇન્ડેક્સમાં નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સમાંથી સંપૂર્ણ બજાર મૂડીકરણને આધારે ટોપ 50 કંપનીઓ સામેલ છે, જેમાં એવા સ્ટોકને પસંદ કરવામાં આવે છે, જેના ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ્સ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) પર ઉપલબ્ધ છે. ઇન્ડેક્સને અર્ધવાર્ષિક ધોરણે (માર્ચ અને સપ્ટેમ્બર)માં પુનઃસંતુલિત કરવામાં આવશે, જે માટે છેલ્લાં છ મહિનાના સરેરાશ આંકડાનો ઉપયોગ થાય છે. વધારે વિગત મેળવવા તમે આ વેબસાઇટની મુલાકાત લઈ શકો છોઃ www.niftyindices.com.
એક્સિસ નિફ્ટી મિડકેપ 50 ઇન્ડેક્સ ફંડની વિશિષ્ટ ખાસિયતો
એક્સિસ નિફ્ટી મિડકેપ 50 ઇન્ડેક્સ ફંડ 50 સૌથી વધુ લિક્વિડ મિડકેપ સ્ટોકમાં રોકાણ કરે છે, જે એવા સ્ટોક્સને પ્રાથમિકતા આપે છે, જેમાં એનએસઇ પર એફએન્ડઓ કોન્ટ્રાક્ટસનું ટ્રેડિંગ થાય છે. આ રોકાણકારો માટે વિવિધતાસભર પોર્ટફોલિયો રજૂ કરે છે, જે સ્ટોકની પસંદગી કરવા માટે સસ્ટેઇનેબિલિટી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સંપૂર્ણ બજાર મૂડીકરણને આધારે નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સ માં સામેલ કોઈ પણ એફએન્ડઓનો રેન્ક ટોપ નિફ્ટી મિડકેપ 30માં સામેલ છે. કોઈ પણ ખેંચ (ઇન્ડેક્સમાં સમાવવા માટે એફએન્ડઓ સ્ટોક્સ ઉપલબ્ધ ન હોય એવા કિસ્સામાં)ના કિસ્સામાં સૌથી વધુ સરેરાશ ડેઇલી ટર્નઓવર ધરાવતી સીક્યોરિટીઝને સંપૂર્ણ બજાર મૂડીકરણ પર આધારિત નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સમાં ટોપ 30 નોન-એફએન્ડઓ ઘટકમાંથી પસંદ કરવામાં આવશે.
એક્સિસ નિફ્ટી મિડકેપ 50 ઇન્ડેક્સ નિયમ-આધારિત રોકાણ વ્યૂહરચનાને અનુસરે છે, જે બજાર સાથે જોડાયેલું વળતર પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. આ સરળ અને ઓછા ખર્ચે રોકાણનું સોલ્યુશન એવા રોકાણકારો માટે આદર્શ છે, જેઓ મિડકેપ્સમાં રોકાણ કરવાની ઇચ્છા ધરાવવાની સાથે શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત રોકાણ કરવા માગે છે. રોકાણકારો વધારે શિસ્તબદ્ધ અભિગમ અપનાવવા એસઆઇપી, એસટીપી જેવા વિવિધ વ્યવસ્થિત વિકલ્પો મારફતે કે લમ્પસમ રોકાણ કરી શકે છે.
એક્સિસ એએમસીના એમડી અને સીઇઓ ચંદ્રેશ નિગમે કહ્યું હતું કે, “વિસ્તૃત બજારમાં મિડકેપ્સે સતત સારું વળતર આપીને લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવા આદર્શ માધ્યમ બની ગયા છે. લાંબા ગાળાના રોકાણકારો માટે આકર્ષક એન્ટ્રી પોઇન્ટ સાથે મિડકેપ્સ જોખમને સાનુકૂળ વળતર આપે છે. એક્સિસ નિફ્ટી મિડકેપ 50 ઇન્ડેક્સ ફંડ રોકાણકારોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ઓફર કરવાની અમારી માન્યતા સાથે સુસંગત છે, જે રોકાણકારોની જોખમ ખેડવાની ક્ષમતાને અનુકૂળ છે. અમારું માનવું છે કે, આ અમારા પેસિવ ઓફરના પોર્ટફોલિયોમાં નોંધપાત્ર વધારો બનશે.”