ટિઅર-1 અને ટિઅર-2 શહેરોમાં ટેક્ષ પ્રોફેશનલ માટેની એકસમાન માગ જોવા મળીઃ જેડી કન્ઝ્યુમર ઇનસાઇટ્સ
- બિઝનેસ પ્રોફેશનલ્સ માટે પ્લેટફોર્મ પર સૌથી વધુ 66 ટકા સર્ચ ટેક્ષ પ્રોફેશનલ માટે થઈ હતી
- ટેક્ષ પ્રોફેશનલ્સ અને લોન એજન્ટ્સ માટેની મહત્તમ માગ મુંબઈ અને દિલ્હીમાં જોવા મળી
નાણાકીય વર્ષ પૂરું થવાની નજીક હોવાથી ટિઅર-1 અને ટિઅર-2 શહેરોમાં એકસમાન રીતે ટેક્ષ પ્રોફેશનલ્સની સૌથી વધુ સર્ચ જોવા મળી છે એવું તારણ જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સના લેટેસ્ટ રિપોર્ટમાંથી બહાર આવ્યું છે.
ભારતના સૌથી મોટા લોકલ સર્ચ એન્જિન જસ્ટ ડાયલ પર સર્ચના ટ્રેન્ડ સૂચવે છે કે, પ્લેટફોર્મ પર ટોપ-3 સૌથી વધુ સર્ચ થયેલા બિઝનેસ પ્રોફેશનલ હતા – ટેક્ષ કન્સલ્ટન્ટ, પર્સનલ લોન એજન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ. આ ટ્રેન્ડની જાણકારી મેળવવા માટે જસ્ટ ડાયલે પ્લેટફોર્મ પર છેલ્લાં 30 દિવસ દરમિયાન બિઝનેસ પ્રોફેશનલ્સ માટે સર્ચ થયેલા ડેટાનું વિશ્લેષણ કર્યું હતું.
જ્યારે પ્લેટફોર્મ બિઝનેસ પ્રોફેશનલ્સ માટેની સર્ચમાં લગભગ 66 ટકા સર્ચ કરવેરા વ્યવસાયિકો માટે થઈ હતી, ત્યારે લોન એજન્ટ માટે 30 ટકા સર્ચ અને મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ માટે સર્ચ 4 ટકા જોવા મળ્યું હતું. ટિઅર-1 શહેરોમાં આ તમામ વ્યવસાયિકો માટે સર્ચની કુલ સંખ્યા ટિઅર-2 જેટલી હતી.
આ સર્ચ ટ્રેન્ડ પર જસ્ટ ડાયલના સીએમઓ શ્રી પ્રસૂન કુમારે કહ્યું હતું કેઃ “અમને એ જોઈને અતિ ખુશી છે કે, બિઝનેસ પ્રોફેશનલ્સ તેમની કામગીરી વધારવા માટે ઓનલાઇન આવી રહ્યાં છે. ઇન્ટરનેટની પહોંચ વધવાની સાથે ટિઅર-2માં બિઝનેસ પ્રોફેશનલ્સ પણ તેમનો વ્યવસાય વધારવા ડિજિટલ પાવરનો ઉપયોગ કરી રહ્યાં છે. ટિઅર-2 શહેરો અને નગરોમાં વધુને વધુ સર્વિસ પ્રોવાઇડર્સ ઓનલાઇન આવવાથી સર્ચ હવે ટિઅર-1 શહેરોને સમકક્ષ થઈ ગઈ છે. આ જસ્ટ ડાયલની આસપાસના અર્થતંત્રને ઓનલાઇન લાવવામાં અને બિઝનેસ પ્રોફેશનલ્સને સ્પર્ધા કરવા એકસમાન મેદાન પૂરું પાડવામાં જસ્ટ ડાયલની સફળતાનો પુરાવો છે.”
ટેક્ષ પ્રોફેશનલ્સઃ માટે ટિઅર-1 શહેરોમાં સમગ્ર ભારતમાં દિલ્હી અને મુંબઈમાં મહત્તમ માગ જોવા મળી હતી. ટિઅર-1 શહેરોમાં દિલ્હી અને મુંબઈ ઉપરાંત હૈદરાબાદ, કોલકાતા અને બેંગલોરએ ટોપ-5માં સ્થાન મેળવ્યું હતું, જ્યાં મહત્તમ સર્ચ જોવા મળી હતી. ટેક્ષ પ્રોફેશનલ્સની સૌથી વધુ માગ જોવા મળી હતી એ ટિઅર-2 ટોપ-5 શહેરો હતા – અલ્હાબાદ, જયપુર, પટણા, ચંદીગઢ અને લખનૌ.
લોન એજન્ટોઃ માટે પર્સનલ લોન એજન્ટોની માગ સર્ચમાં લગભગ 87 ટકા હિસ્સો ધરાવતી હતી, ત્યારે બિઝનેસ લોનનો હિસ્સો 13 ટકા હતો. જ્યારે લોન એજન્ટો માટે મહત્તમ સર્ચ મુંબઈ અને દિલ્હીમાં જોવા મળી હતી, ત્યારે ટિઅર-1 શહેરોમાં આ દ્રષ્ટિએ સામેલ અન્ય શહેરો હતા – હૈદરાબાદ, બેંગલોર અને ચેન્નાઈ. લોન એજન્ટ માટે મહત્તમ માગ અનુભવી હોય એવા ટોપ-5 ટિઅર-2 શહેરો હતા – પટણા, લખનૌ, કોઇમ્બતૂર, ઇન્દોર અને જયપુર. મ્યુચ્યુઅલ ફંડ એજન્ટઃ માટે મહત્તમ સર્ચ મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને પૂણેમાં જોવા મળી હતી. ટિઅર-2 શહેરોમાં લખનૌ, બિકાનેર, ચંદીગઢ, જયપુર અને ગોવા ટોપ-5 બજારો હતા, જ્યાં મ્યુચ્યુઅલ ફંડની સૌથી વધુ માગ જોવા મળી હતી.