બંધન બેન્ક કોન્સોર્ટિયમે IDFC મ્યુ. ફંડ રૂ. 4500 કરોડમાં ખરીદ્યું
બંધન બેંકના પ્રમોટર, બંધન ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સની આગેવાની હેઠળના કન્સોર્ટિયમે આઇડીએફસી એએમસીને રૂ.4500 કરોડમાં હસ્તબંધન બેંકના પ્રમોટર, બંધન ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સની આગેવાની હેઠળના કન્સોર્ટિયમે આઇડીએફસી એએમસીને રૂ.4500 કરોડમાં હસ્તગત કરી છે. બંધન ફાઇનાન્શિયલ હોલ્ડિંગ ઉપરાંત, કન્સોર્ટિયમમાં સિંગાપોર સોવરિન વેલ્થ ફંડ GIC અને પીઇ ફર્મ ક્રાઇસકેપિટલનો સમાવેશ થાય છે. આ સોદો નિયમનકારી મંજૂરીઓને આધીન રહેશે. સોદાના ભાગરૂપે, નવા માલિકો વર્તમાન મેનેજમેન્ટ ટીમને જાળવી રાખશે અને ફંડ હાઉસ દ્વારા હાલમાં અનુસરવામાં આવતી રોકાણ પ્રક્રિયાને ચાલુ રાખશે. આઇડીએફસી મ્યુચ્યુઅલ ફંડ એ ભારતનું નવમું સૌથી મોટું ફંડ હાઉસ છે જેની સરેરાશ AAUM રૂ. અગાઉના ક્વાર્ટરમાં 1.20 લાખ કરોડ આસપાસ નોંધાઇ હતી.
શું થઇ શકે અસર?
બંધન બેન્કઃ બંધન બેન્કનો શેર શુક્રવારે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 10.45 કલાકે રૂ. 12.95 (4.10 ટકા)ના ઉછાળા સાથે રૂ. 329.65ની નવી ટોચ આસપાસ રમતો જોવા મળ્યો હતો. માર્કેટ નિષ્ણાતો આ શેરમાં લાંબાગાળાના હોલ્ડિંગને પ્રિફર કરી રહ્યા છે.