360 ONE એસેટનો ફ્લેક્સિકેપ ફંડ NFO 12 જૂને ખુલશે
મુંબઈ, 12 જૂનઃ 360 ONE એસેટ મેનેજમેન્ટ લિમિટેડે (અગાઉ આઈઆઈએફએલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ તરીકે ઓળખાતું હતું) (360 ONE એસેટ) 360 ONE ફ્લેક્સિકેપ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તે એક ઓપન-એન્ડેડ ડાયનેમિક ઇક્વિટી સ્કીમ છે જે લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપ સ્ટોક્સમાં રોકાણ કરે છે. નવી ફંડ ઓફર (NFO) 12 જૂનથી 26 જૂન 2023 સુધી ખુલ્લી રહેશે. અરજીની લઘુત્તમ રકમ રૂ. 1000 છે (અને ત્યાર બાદ રૂ. 1ના ગુણાંકમાં.)
360 ONE ફ્લેક્સિકેપ ફંડ SCDV (સેક્યુલર-સાયક્લિકલ-ડિફેન્સિવ્સ-વેલ્યુ ટ્રેપ્સ) ફ્રેમવર્કને અનુસરે છે જે ફંડને વિવિધ માર્કેટ સેગમેન્ટમાં રોકાણ કરવા સક્ષમ બનાવે છે. તે તકોનો લાભ લેવા માટે ઊંડાણપૂર્વકના મૂળભૂત સંશોધન પર આધારિત બોટમ-અપ સ્ટોક પસંદગીનો અભિગમ અપનાવે છે. ફંડ આઈપીઓ/એફપીઓ, ઓએફએસ, ડિમર્જર અને એક્વિઝિશન જેવી વિશેષ પરિસ્થિતિઓમાંથી ઉદ્ભવતી તકોમાં પણ રોકાણ કરી શકે છે.
ફંડના લોંચ અંગે ટિપ્પણી કરતા 360 ONE એસેટના સહસ્થાપક અનુપ મહેશ્વરીએ જણાવ્યું હતું કે 360 ONE ફ્લેક્સિકેપ ફંડ વ્યૂહાત્મક રીતે પોતાને લાર્જ, મિડ અને સ્મોલ-કેપ શેરોમાં સ્થાન આપે છે. 360 ONE એસેટના લિસ્ટેડ ઇક્વિટીના ફંડ મેનેજર મયુર પટેલે જણાવ્યું હતું કે, 360 ONE ફ્લેક્સિકેપ ફંડની રજૂઆત અમને સમગ્ર સ્પેક્ટ્રમની કંપનીઓમાં રોકાણ કરવાની ચપળતા પૂરી પાડે છે, જે અમને માર્કેટ કેપિટલાઇઝેશન અને ક્ષેત્રોમાં તકોનો લાભ લેવા સક્ષમ બનાવે છે.