360 વન પ્રાઇમ NCD ઇશ્યૂ દ્વારા 1000 કરોડ એકત્ર કરશે
ટ્રેન્ચ 1 11 જાન્યુઆરીએ ખૂલશે | 24 જાન્યુઆરીએ અર્લી ક્લોઝરના વિકલ્પ સાથે બંધ થશે | NCD વાર્ષિક 9.66% સુધીની કૂપન ઓફર કરે છે |
મુંબઈ, 9 જાન્યુઆરીઃ 360 વન પ્રાઇમ લિમિટેડે (જે અગાઉ આઈઆઈએફએલ વેલ્થ પ્રાઇમ તરીકે ઓળખાતી હતી) સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (“NCD”) નો તેનો પ્રથમ પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. રૂ. 800 કરોડ સુધીના ઓવર-સબ્સ્ક્રીપ્શન રિટેન કરવાના ઓપ્શન સાથે રૂ. 200 કરોડના બેઝ ઇશ્યૂ સાઈઝ સાથે સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ, રિડીમેબલ, NCDનો ટ્રેન્ચ 1 જારી કરશે, જેનું મૂલ્ય રૂ. 1,000 કરોડ સુધીનું છે જે રૂ. 1,500 કરોડની શેલ્ફ લિમિટમાં છે. કંપની મેચ્યોરિટીની તારીખ સુધી ચૂકવવાપાત્ર તમામ વ્યાજ અને NCDની બાકી મૂળ રકમના ઓછામાં ઓછા 1.05 ગણા (1.05 ગણા)નું મિનિમમ-સિક્યોરિટી કવર જાળવી રાખશે.
કંપની ઓનવર્ડ લેન્ડિંગ, કંપનીના હાલના ઋણને ધિરાણ/પુનઃધિરાણ આપવા અને/અથવા ડેટ સર્વિસીંગ (કંપનીના હાલના દેવાના મુદ્દલ તથા વ્યાજની ચૂકવણી અને/અથવા પૂર્વ ચૂકવણી અને/અથવા વ્યાજની ચૂકવણી) અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે એકત્રિત ફંડનો ઉપયોગ કરવા માંગે છે.
NCD વાર્ષિક 9.66% સુધીની કૂપન ઓફર કરે છે (સિરીઝ 8 હેઠળ). NCD 18 મહિના, 24 મહિના, 36 મહિના અને 60 મહિનાના સમયગાળામાં આઠ સિરીઝમાં માસિક અને વાર્ષિક વ્યાજ ચૂકવણી વિકલ્પો સાથે ઉપલબ્ધ છે.
ટ્રેન્ચ 1 ઇશ્યૂ હેઠળ ઇશ્યૂ થનાર પ્રસ્તાવિત NCDને ક્રિસિલ રેટિંગ્સ દ્વારા CRISIL AA/Stable અને ઈકરા દ્વારા (ICRA)AA (Stable) રેટ કરવામાં આવ્યા છે.
NCD મુદ્દે 360 વનના સ્થાપક એમડી અને સીઈઓ કરણ ભગતે જણાવ્યું હતું કે, “અમારી પાસે એક અનુભવી મેનેજમેન્ટ ટીમ છે. અમારી લોન મંજૂરી અને વહીવટી પ્રક્રિયાઓ, વસૂલાત અને અમલીકરણ પ્રક્રિયાઓ ચૂક ઘટાડવા અને મહત્તમ વસૂલાત કરવા માટે રચાયેલ છે. વધુમાં, પ્રક્રિયા જાળવી રાખીને ઉચ્ચ સ્તરની સેવા ગુણવત્તા પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે અમારી પ્રક્રિયાઓને પ્રમાણિત કરવામાં આવી છે. અમારી કંપની દ્વારા ઓફર કરવામાં આવતા સોલ્યુશન્સ ગ્રાહકોની જરૂરિયાતો અને ક્રેડિટ પ્રોફાઇલ અનુસાર કસ્ટમાઇઝ કરવામાં આવ્યા છે.”
લીડ મેનેજર્સઃ જેએમ ફાઇનાન્શિયલ, એ.કે. કેપિટલ સર્વિસિસ અને IIFL સિક્યોરિટીઝ ઇશ્યૂના લીડ મેનેજર્સ છે. NCDને બીએસઈ પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)