મુંબઈ, 24 મે: વન પ્રાઈમ લિમિટેડે (અગાઉ આઈઆઈએફએલ વેલ્થ પ્રાઈમ લિમિટેડ તરીકે જાણીતી) સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ, રિડિમેબલ, નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી)નો ટ્રાન્ચ II પબ્લિક ઈશ્યૂ જારી કર્યો છે. ટ્રાન્ચ IIની બેઝ ઈશ્યૂ સાઈઝ રૂ. 100 કરોડ છે, જેમાં રૂ. 400 કરોડ સુધીનું ઓવર-સબ્સ્ક્રિપ્શન જાળવી રાખવાનો વિકલ્પ છે, જે કુલ ₹500 કરોડ સુધી લઈ જશે.  કંપની એનસીડીનાં રિડમ્પશનની તારીખ સુધી હંમેશા એનસીડીની બાકી મૂળ રકમ અને તેનાં પર ચૂકવવાપાત્ર તમામ વ્યાજનાં ઓછામાં ઓછા 1.05 ગણા (1.05x) નું લઘુત્તમ સુરક્ષા કવચ જાળવી રાખશે.

પ્રસ્તાવિત એનસીડીનો ટ્રાન્ચ II ઇશ્યૂને ક્રિસિલ રેટિંગ્સ લિમિટેડ દ્વારા CRISIL AA/Stable અને ઈકરા લિમિટેડ દ્વારા [ICRA]AA (સ્ટેબલ) રેટિંગ આપવામાં આવ્યું છે. જે કંપનીની સમયસર નાણાકીય સેવાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે ઉચ્ચ ધોરણની સલામતી અને ધિરાણનું જોખમ નીચુ હોવાનો સંકેત આપે છે.

કંપની પ્રસ્તાવિત એનસીડી જારી કરવાનો ઉદ્દેશ ધિરાણ, કંપનીના જારી દેવાનું પુનઃધિરાણ, તથા બાકી દેવાની ચૂકવણી ( બાકી વ્યાજની ચૂકવણી, વ્યાજની પૂર્વચૂકવણી અને કંપનીના હાલના દેવાની પ્રિન્સિપલ રકમની ચૂકવણી) અને જનરલ કોર્પોરેટ હેતુઓ પૂર્ણ કરવાનો છે.

એનસીડીનો મેચ્યોરિટી પિરિયડ 18 માસ, 24 માસ, 36 માસ, 60 માસ અને 120 માસનો છે. જેની દસ સિરિઝમાં વાર્ષિક અને માસિક વ્યાજની ચૂકવણીનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. કંપની સિરિઝ VI એનસીડીની ફાળવણી (36 માસ માટે વાર્ષિક વ્યાજની ચૂકવણીનો વિકલ્પ) કરશે. અરજદારો પાસે સંબંધિત એનસીડી સિરિઝની પસંદગી કરવાનો સંકેત આપ્યો નથી.

એનસીડી ઈશ્યૂ અંગે 360 વનના એમડી અને સીઈઓ કરન ભગતે જણાવ્યું હતું કે, અમારી લોન મંજૂરી અને એડમિનિસ્ટ્રેટિવ પ્રક્રિયાઓ ઉપરાંત કલેક્શન અને એન્ફોર્સમેન્ટ પ્રક્રિયાને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે, જેના કારણે મહત્તમ રિકવરી અને ગેરરીતિઓનું પ્રમાણ ઓછુ થાય.

ટ્રસ્ટ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ, એકે કેપિટલ સર્વિસિઝ લિમિટેડ અને આઈઆઈએફએલ સિક્યુરિટીઝ લિ. ઈશ્યૂના લીડ મેનેજર છે. એનસીડીનું લિસ્ટિંગ બીએસઈ લિમિટેડ ખાતે થશે.

એનસીડીનો પબ્લિક ઈશ્યૂ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના ઈશ્યૂ એન્ડ લિસ્ટિંગ  ઓફ (એનસીડી) રેગ્યુલેશન્સ 2021 અનુસાર, વહેલા તે પહેલાં ધોરણેના વિકલ્પ સાથે 24 મે, 2024ના શુક્રવારે ખૂલશે અને 6 જૂન, 2024ના રોજ બંધ થશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)