BSE SME પ્લેટફોર્મ પર 386મી કંપની Olatech Solutions લિસ્ટેડ
મુંબઈ: Olatech Solutions Limited 29 ઓગસ્ટ, 2022 ના રોજ BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ થનારી 386મી કંપની બની. Olatech Solutionsએ 7,00,000 ઈક્વિટી શેર્સ પ્રત્યેક રૂ. 10ની મૂળકિંમત અને શેરદીઠ રૂ. 27ની ઇશ્યૂ પ્રાઇસ મારફત કુલ રૂ. 1.89 કરોડ એકત્ર કર્યા હતા. Olatech Solutions Limited એ મહારાષ્ટ્ર સ્થિત કંપની છે જેની રજિસ્ટર્ડ ઓફિસ નવી મુંબઈ ખાતે છે. કંપની OSS – BSS સેગમેન્ટમાં ડેટા સેન્ટર, એન્ટરપ્રાઇઝ, ટેલિકોમ અને IT સોફ્ટવેર સોલ્યુશન્સના વ્યવસાયમાં રોકાયેલ છે. બીએસઇ ખાતે અત્યાર સુધીમાં 150 કંપનીઓ એસએમઇ પ્લેટફોર્મ ઉપરથી મુખ્ય બોર્ડમાં ટ્રાન્સફર થઇ ચૂકી છે. BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ 385 કંપનીઓએ બજારમાંથી રૂ.4,132.16 કરોડ એકત્ર કર્યા છે અને 26 ઓગસ્ટ, 2022ના રોજ 385 કંપનીઓની કુલ માર્કેટકેપ રૂ. 57,000 કરોડ થઇ છે. BSE 61 ટકાના બજાર હિસ્સા સાથે આ સેગમેન્ટમાં માર્કેટ લીડર છે.